ધોરાજીમાં હવે લેઉઆ-કડવા વચ્ચે જંગ! ભાજપે મહેન્દ્ર પાડલિયાને કેમ ઉતાર્યા? શું છે રાજનૈતિક ગણિત?
Gujarat Election 2022: ધોરાજી બેઠક માટે ભાજપે ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાની જાહેરાત કરી છે. મહેન્દ્ર પાડલીયા ઉપલેટાના મોટી પાનેલી ગામના વતની છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચૂકયા છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પોતાના 160 ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપીને આશ્ચર્યજનક નામો પર મહોર વાગી છે. જેમાં ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયાનું હાલ ચર્ચામાં છે.
ધોરાજી બેઠક માટે ભાજપે ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાની જાહેરાત કરી છે. મહેન્દ્ર પાડલીયા ઉપલેટાના મોટી પાનેલી ગામના વતની છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચૂકયા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કામગીરી કરી છે. હાલમાં ગુજરાત પ્રદેશ શિક્ષક સેલના પ્રમુખપદે કાર્યરત છે. મહેન્દ્ર પાડલીયા કડવા પાટીદાર સમાજનો ચહેરો પણ છે. ત્યારે ધોરાજી બેઠક પર લેઉઆ-કડવા પાટીદારનો ખરાખરીનો જંગ જામશે.
ધોરાજી બેઠક પર લેઉઆ-કડવા પાટીદાર વચ્ચે જંગ
અગાઉ કડવા પટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ધોરાજી બેઠક પર ભાજપે કડવા પટેલની જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી લલિત વસોયાને રીપિટ કરવામાં આવ્યાં છે. ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હરાવી શકે તેવા ઉમેદવાર માટે ગતમોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતુ.
કોણ છે મહેન્દ્ર પાડલીયા?
- હાલ ભાજપ પ્રદેશ શિક્ષક સેલના કન્વીનર, 2021માં કરવામાં આવી હતી નિમણુંક
- પ્રો.મહેન્દ્રભાઈ પાડલીયાએ બી.એસ.સી., એલએલ એમ., પી.એચડી સુધીનો અભ્યાસ કર્યો છે
- 1997 થી 2000 રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ
- 2000 થી 2005 રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ
- 2005 થી 2010 જીલ્લા પંચાયતના સભ્ય
- 2009 થી 2011 માનવઅધિકાર સેલના પ્રદેશ કનવીનર તરીકે તેમજ પોરબંદર જીલ્લાના પ્રભારી તરીકે
- 1981 થી 2011 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કાયદા વિદ્યાશાખાના અધ્યાપક
- 2011 થી 2014 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ
- 2016 થી 2019 ગોવિંદગુરૂ યુનિવર્સીટી
- ગોધરા ખાતે પણ કુલપતિ તરીકે રહી ચૂક્યા છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે