પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર

પાલનપુર કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા સરકારે હાઈકોર્ટમાં રિટ કરી હતી. 

પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદઃ 22 વર્ષ જૂના કેસમાં પાલનપુર કોર્ટે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. ત્યારબાદ સરકારે હાઈકોર્ટમાં રિટ કરી હતી. હાઈકોર્ટે આ રિટ માન્ય રાખતા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે રાજસ્થાન અને પાલનપુરનો કેસ સમાન છે. ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી છે તેથી રિમાન્ડની જરૂર નથી. તો સરકારી વકીલે કહ્યું કે, આ બંન્ને કેસ અલગ અલગ છે અને તપાસની જરૂર હોવાને કારણે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે. બંન્ને પક્ષની દલિલો બાદ હાઈકોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 

સરકારે સંજીવ ભટ્ટના રિમાન્ડ માટે 18 જેટલા કારણો કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં અફીણ સાથે ઝડપાયેલા આરોપીને માર મારીને ધમકી આપવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news