Railwayની ખાસ ઓફરમાં સાવ સસ્તામાં ફરી આવો વૈષ્ણો દેવી અને અમૃતસર
આઇઆરસીટીસી (IRCTC)નું નવું ટુર પેકેજ તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે
Trending Photos
નવી દિલ્હી : જો તમે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આઇઆરસીટીસી (IRCTC)નું નવુ ટુર પેકેજ તમારા માટે શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. હકીકતમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ (IRCTC) તરફથી 7 સાત રાત અને 8 દિવસની વૈષ્ણો દેવી તેમજ અમૃતસરનું ટુર પેકેજ ગૌહાટીથી આપવામાં આવી રહ્યું છે. IRCTCએ આ વિશે માઇક્રોબ્લોગિગ વેબસાઇટ ટ્વિટરથી જાણકારી આપી છે અને આ ટુર પેકેજ જીએસટી સહિત 7560 રૂ.નું છે.
ઇન્ડિનય રેલવેની ટુરિઝમ સાઇ www.irctctourism.com પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ટુર સ્લિપર ક્લાસથી 10 નવેમ્બરથી કરી શકાશે. IRCTC તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં માહિતી આપવામાં આવી છે કે વૈષ્ણો દેવી અને અમૃતસર માટે ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનનું ટિકિટ બુકિંગ ઉપલબ્ધ છે.
Bharat Darshan Special Tourist train to Vaishno devi and Amritsar is now avaialble to book! The peaceful destinations need no introduction, we say make your bookings right away. pic.twitter.com/c0cTx958SO
— IRCTC (@IRCTCofficial) September 8, 2018
પેકેજની ખાસ વાત
- IRCTCના પેકેજ પ્રમાણે ટ્રેનના બોર્ડિગ અને ડી બોર્ડિંગ ગૌહાટી, ન્યૂ બોંગઇગાંવ, ન્યૂ કુચબિહાર, ન્યૂ જલપાઇગુડી, કટિહર અને હાજીપુરમાં થશે.
- IRCTCના ભારત દર્શન પેકેજમાં ડોરમેટરી/હોલમાં રોકાવાની વ્યવસ્થા તેમજ નોન એસી ટ્રાન્સફરની સુવિધા છે.
- પ્રવાસીઓને શાકાહારી ભોજન તેમજ એનાઉન્સમેન્ટ માટે એસ્કોર્ટની સુરક્ષા પણ મળશે.
- લોન્ડ્રી, દવા કે પછી કોઈ ઐતિહાસિક ઇમારત અથવા તો ઇમારત કે પછી મંદિરમાં પ્રવેશચાર્જ પેકેજનો હિસ્સો નથી.
- આ પેકેજનું બુકિંગ તમે IRCTCની વેબસાઇટથી ઓનલાઇન કરી શકે છે. બુકિંગ માટે IRCTCની ઝોનલ અને રિજનલ ઓફિસમાં સંપર્ક કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે