'PM મોદીએ મારી નહીં ઠાકોર સમાજની પીઠ થાબડી, મારી માથેથી લઈને નખ સુધીની માહિતી મોદી સાહેબ પાસે છે'

દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મારી પીઠ નહીં સમગ્ર ઠાકોર સમાજની પીઠ થાબડી છે.

 'PM મોદીએ મારી નહીં ઠાકોર સમાજની પીઠ થાબડી, મારી માથેથી લઈને નખ સુધીની માહિતી મોદી સાહેબ પાસે છે'

બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે અંબાજીમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણની પીઠ થપથપાવતા સોશિયલ મીડિયામાં કેશાજીની ટિકીટને લઈને અનેક વાતો વહેતી થઈ હતી. પીએમ મોદી અંબાજી પહોંચતા તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ચાલતા ચાલતા પૂર્વ મંત્રી કેશાજીની પીઠ થપથપાવતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આ મુદ્દે હવે કેશાજી ચૌહાણે મૌન તોડ્યું છે.

દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મારી પીઠ નહીં સમગ્ર ઠાકોર સમાજની પીઠ થાબડી છે. શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે ચાલુ ભાષણે નત મસ્તક થઈ ઠાકોર સમાજને વદન કર્યું હતું. જેમાં તેમણે વિધાનસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. 

પાંચ દિવસ અગાઉ અંબાજી ખાતે પ્રધાનમંત્રીએ કેશાજી ચૌહાણની પીઠ થાબડતા રાજકારણ ગરમાયુ હતું. જે મુદ્દે આજે તેમણે મૌન તોડતા જણાવ્યું કે, માથેથી લઈને નખ સુધીની તમામ મારી માહિતી મોદી સાહેબ પાસે છે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને કેશાજી ચૌહાણની પીઠ થાબડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેણા કારણે વિરોધીઓની ચિંતા વધી ગઈ હતી. સોશિયલ મીડિયામાં તો એટલે સુધી કે કેશાજીની ટિકિટ ફાઈનલના મેસેજ વાયરલ થયા હતા. 

કોણ છે કેશાજી ચૌહાણ?

  • કેશાજી ચૌહાણને જન્મ 1 જૂન 1962ના રોજ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં થયો હતો. 
  • તેમના બે પુત્ર અને એક પુત્રી છે.
  • કેશાજી ચૌહાણએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. 
  • તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
  • 2012માં દિયોદર વિધાનસભા ભાજપમાંથી દાવેદારી કરી જીત્યા હતા. 
  • મંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. 
  • જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 
  • તેઓ કોંગ્રેસના ઉમેદવાર શીવા ભુરિયા સામે હારી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news