કચ્છના ધોળાવીરામાંથી ચોરાયો 16 કરોડ વર્ષ જૂનો અમૂલ્ય ખજાનો, વન વિભાગ દોડતું થયું

dholavira harappan site : ધોળાવીરામાં ફોસિલ્સ પાર્કમાં ગાબડું પાડી ચોરી... હજારો વર્ષના ફોસિલ્સમાં ગાબડું પાડી ચોરી કરતા ચકચાર... વૈશ્વિક ધરોહર ધોળાવીરા નજીકનું ફોશિલ્સ પાર્ક તદ્દન નધણિયાત હોવાથી ભારે મોટું નુકસાન... માનવીય સભ્યતાના ક્રમશ વિકાસને જાણવા અતિ મૂલ્યમાં ગણાય તેવું અશ્મિ ચોરોના હવાલે... વન તંત્ર નિરુત્સાહી હોવાની ચર્ચા
 

કચ્છના ધોળાવીરામાંથી ચોરાયો 16 કરોડ વર્ષ જૂનો અમૂલ્ય ખજાનો, વન વિભાગ દોડતું થયું

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતમાં આવેલી વર્લ્ડ ફેમસ હડપ્પનનગર ધોળાવીરા નજીક જુરાસિક યુગનાં 16 કરોડ વર્ષ પુરાણા વૃક્ષ ફોશિલ્સમાં મસમોટું ગાબડું પાડીને કોઇ અમૂલ્ય એવા અશ્મિ ચોરી ગયું છે તેવી અટકળો ફેલાઇ હતી. જોકે વનવિભાગના અધિકારી જણાવે છે કે વનવિભાગની ટીમે સ્થળ પર જઈને તપાસ કરી હતી અને ત્યાં કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી.

ગુજરાત પ્રવાસન નિગમે આજથી 4 વર્ષ પહેલાં 2021-22માં પૂર્વ કચ્છ વન વિભાગને એકથી 1.25 કરોડ જેટલી રકમ ફાળવીને ‘ફોશિલ્સ પાર્ક’ ઉભું કરાયું છે. આ પાર્કમાં વચ્ચો વચ્ચ 37 લાખના કાચના કવરથી રક્ષિત 16 કરોડ વર્ષના અતિત સાથે ઉભેલું વૃક્ષનું અશ્મિ રાખવામાં આવ્યું છે. લાંબા સમયથી થોડું થોડું આ અશ્મિ ચોરાતું હતું તેવું સ્થાનિકે ચર્ચાતું હતું પરંતુ દસેક દિવસમાં કોઇએ મસમોટા લાકડાથી રીતસરનો કુદરતનાં એક અદભૂત ભંડારમાં મોટું ભંગાણ પાડી દીધું હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે.

અમેરિકામાં કેમ મંગળવારે જ યોજાય છે ચૂંટણી, 170 વર્ષથી નથી બદલાયો આ ઈતિહાસ
 
કોઈ ચોરી નથી થઈ - વન વિભાગ
16 કરોડ વર્ષ પુરાણા ફોશિલ્સને નિહાળવા દર વર્ષે લાખો પ્રવાસીઓ પાર્કમાં આવે છે. વિશ્વમાં એક માત્ર આ ફોશિલ્સ છે અને આ ફોશિલ્સને ઋતુજન્ય અસરથી બચાવવા કેનોપીના 14 લાખ પણ મંજૂર કરાયા છે, જે માટે આગામી સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે તેવું વનવિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. પૂર્વ કચ્છ વનવિભાગના અધિકારી ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર તપાસ કરવા માટે મોકલવામાં આવી હતી. સ્થળ પર તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે ત્યાં કોઈ પણ પ્રકારની ચોરી કરવામાં નથી આવી અને માત્ર અફવા ફેલાવવામાં આવી રહી છે.16 કરોડ વર્ષ જૂના ફોશિલ્સને કોઈ નુકસાની પહોંચાડવામાં નથી આવી.

dholavira_zee2.jpg

શું છે આ જૂરાસિક ફોસિલ વુડ?
આજથી 13થી 14 વર્ષ પહેલાં જીયોલોજિસ્ટ દ્વારા ધોળાવીરા ખાતે જૂરાસિક ફોસિલ વુડની શોધ કરવામાં આવી હતી. પહેલાં પણ આ પ્રકારના ફોસિલ્સ વુડ શોધવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારના વુડ શોધ્યા બાદ આને વનવિભાગ દ્વારા રક્ષિત કરવું જરૂરી બને છે. ધોળાવીરામાંથી મળેલા આ પ્રકારના વુડને રક્ષિત કરવા માટે વનવિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વર્ષ 2011-2012માં આ વુડને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેની ફરતે કાચની બાઉન્ડ્રી બનાવવામાં આવી હતી. પરિણામે લોકોની અવરજવર બંધ થઈ હતી. પરંતુ આ વુડ પ્રત્યેની ફેન્સીંગ તોડીને પણ લોકો તેના નાના નાના ટુકડાઓ લઈ જતા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news