FRCએ વધુ 283 શાળાઓની ફી જાહેર કરી

અમદાવાદ ઝોનની 283 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ છે. જેમાંથી 116 શાળાની પ્રોવિઝનલ ફીમાં ઘટાડો થયો છે. 

 FRCએ વધુ 283 શાળાઓની ફી જાહેર કરી

અમદાવાદઃ FRCએ વધુ 283 શાળાઓની ફી જાહેર કરી છે. અમદાવાદ ઝોનની 283 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ છે. જેમાંથી 116 શાળાની પ્રોવિઝનલ ફીમાં ઘટાડો થયો છે તો 57 શાળાએ સહમતિથી ફી ઘટાડી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ 42 શાળાની ફી ઘટી છે તો ગાંધીનગરની પણ 28 શાળાની ફી ઘટી છે. બનાસકાંઠાની 9, કચ્છની 21, સાબરકાંઠાની 5, પાટણની 4, મહેસાણાની 6 અને બોટાદની 1 શાળાની પ્રોવિઝનલ ફીમાં ઘટાડો થયો છે. સંચાલકોની રજૂઆત પર પણ નિર્ણય લેવાશે. 4 સપ્તાહમાં ફી નિર્ધારણ સમિતિ આખરી નિર્ણય લેશે, અને આ સમગ્ર બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાને મુકાશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news