ગઢડા: સાંખ્યયોગી બહેનો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, ગાળાગાળીના પગલે પોલીસ ફરિયાદ દાખલ

સ્વામીનારાયણ મંદિર વારંવાર વિવાદોમાં સપડાતું રહે છે. સ્વામિનારાયણ ધર્મના ગઢડા સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર સમાન ગોપીનાથજી આ વખતે સાંખ્યયોગીની બહેનો વચ્ચે થયેલા વિવાદના કારણે ચર્ચામાં આવ્યું છે. કથિત પ્રભુને સમર્પીત થયેલી આ બહેનો છુટ્ટા હાથની મારામારી અને ગાળાગાળી કરી હતી. એક સાધુને જે વર્તન ન શોભે તેવું વર્તન તો કર્યું જ હતું સાથે સાથે ન શોભે તેવી ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો. આખરે પોલીસે પણ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બનાવના કેન્દ્રમાં મોટી બા મંદિરની સેવાપુજાના મુદ્દે તકરાર થઇ હતી. દેવ પક્ષ ગઢડા મંદિરના વહીવટના સત્તા સ્થાને અને આ જ પક્ષની સાંખ્ય યોગિની બહેનો સાથે આચાર્ય પક્ષની બહેનોએ ઝગડો કર્યો હતો.
ગઢડા: સાંખ્યયોગી બહેનો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, ગાળાગાળીના પગલે પોલીસ ફરિયાદ દાખલ

ગઢડા : સ્વામીનારાયણ મંદિર વારંવાર વિવાદોમાં સપડાતું રહે છે. સ્વામિનારાયણ ધર્મના ગઢડા સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર સમાન ગોપીનાથજી આ વખતે સાંખ્યયોગીની બહેનો વચ્ચે થયેલા વિવાદના કારણે ચર્ચામાં આવ્યું છે. કથિત પ્રભુને સમર્પીત થયેલી આ બહેનો છુટ્ટા હાથની મારામારી અને ગાળાગાળી કરી હતી. એક સાધુને જે વર્તન ન શોભે તેવું વર્તન તો કર્યું જ હતું સાથે સાથે ન શોભે તેવી ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો. આખરે પોલીસે પણ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બનાવના કેન્દ્રમાં મોટી બા મંદિરની સેવાપુજાના મુદ્દે તકરાર થઇ હતી. દેવ પક્ષ ગઢડા મંદિરના વહીવટના સત્તા સ્થાને અને આ જ પક્ષની સાંખ્ય યોગિની બહેનો સાથે આચાર્ય પક્ષની બહેનોએ ઝગડો કર્યો હતો.

પોલીસ ફરિયાદ મુજબ દેવ પક્ષની એક સાંખ્ય યોગી બહેનોએ ફરિયાદ કરી છે કે, મોટી બા મંદિરની સેવા-પુજાના મામલે આચાર્ય પક્ષની સાંખ્ય યોગી બહેનો દ્વારા ઝગડો કરવામાં આવ્યો હતો. માર પણ મારવામાં આવ્યો હતો. મને બિભત્સ શબ્દોમાં ગાળો ભાંડવામાં આવી હતી. આચાર્ય પક્ષ મંદિરના સત્તાસ્થાનેથી દુર થયું છે. તેના પગલે આ મંદિર વિવાદોમાં આવ્યું છે. મોટીબા મંદિરમાં સેવા પુજાના સૌભાગ્ટને લઇને બહેનો વચ્ચે માથાકુટના કેટલાક હિચકારા વીડિયો પણ સામે આવ્યા છે. ફરિયાદી મહિલાએ પોતાના માર મારતા ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ ફરિયાદમાં ટાંક્યું છે.

ગઢતા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ થયો છે કે, આરોપી મહિલાઓએ ફરિયાદીને જાહેરમાં બિભત્સ શબ્દો કહેતા અને માર મારતા તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ ગોપીનાથજી મંદિર સાથે જોડાયેલા હરિભક્તો પણ આઘાતમાં છે. જે ભક્તિનું કેન્દ્ર છે તેવા મંદિરોમાં હવે રાજકારણ ઘર કરી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જાહેરમાં શૌચક્રિયાના સીસીટીવી વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ અને વિવાદ થયો હતો. ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news