ગુસ્સે થયેલા સુરતના યુવાને ઉદ્ધવ ઠાકરેને મોકલી લિપસ્ટીક

Updated By: Sep 12, 2020, 03:56 PM IST
ગુસ્સે થયેલા સુરતના યુવાને ઉદ્ધવ ઠાકરેને મોકલી લિપસ્ટીક
  • સુરતના યુવરાજ પોખરણ દ્વારા આ ઘટનાને લઇ ઉદ્ધવ ઠાકરેને લિપસ્ટિક મોકલી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો

ચેતન પટેલ/સુરત :મુંબઇમાં શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા જે રીતે એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરાઈ હતી. ત્યાર બાદ શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ નેવી ઓફિસર પર જીવલેણ હુમલાને લઇ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં પણ જોવા મળ્યા છે. સુરતના યુવરાજ પોખરણ દ્વારા આ ઘટનાને લઇ ઉદ્ધવ ઠાકરેને લિપસ્ટિક મોકલી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video

હાલમાં જે રીતે શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા કંગના રનૌતની ઓફિસ અને ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી, તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ શિવસેનાના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવી પૂર્વ નેવી ઓફિસર પર હુમલો કર્યો હતો. આ બંન્ને ઘટનાને લઈ આજે સમગ્ર દેશમાં શિવસેના સામે રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતમાં કોચિંગ ક્લાસ ચલાવતા યુવરાજ પોખરણ નામના યુવકે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. મુંબઈમાં પૂર્વ નેવી ઓફિસર ઉપર થયેલા જીવલેણ હુમલાના કારણે રોષે ભરાઈ માતોશ્રી આવાસ ખાતે તેણે લિપસ્ટિક મોકલી છે.

આ પણ વાંચો : છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનતા

આ વિશે યુવરાજે જણાવ્યું હતું કે, આ અગાઉ કંગના રનૌતને અશબ્દ બોલી તેમના ઓફિસને તોડી પાડવામાં આવી હતી. શિવસેના આટલેથી અટકી ન હતી. દેશ માટે જીવન સમર્પિત કરનાર નેવી ઓફિસરની સાથે શિવસૈનિકો દ્વારા જે ગુંડાગર્દી કરવામાં આવી છે તે ખૂબ જ નિંદનીય છે. આવી નિંદનીય ઘટનાને વખોડી કાઢવા મેં માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને લિપસ્ટિક મોકલી તેમને રાજકારણ છોડી દેવા અપીલ કરી છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં પ્રવાસીઓ વાઈનનો ગ્લાસ લઈને બેસી શકે છે, દારૂબંધીવાળા ગુજરાતમાં આવીને શું કરશે?