Game of Gujarat: મોદી સરકારના 3 વર્ષમાં એક પણ કૌભાંડ થયું નથી: રવિશંકર પ્રસાદ

. ચૂંટણીના પરિણામોના 20 દિવસ પહેલા જ દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક ગુજરાત ચૂંટણી પર સૌથી મોટો શો અને સૌથી મોટી ચર્ચા લઈને આવ્યું છે.

  • કોંગ્રેસને પટેલોની ચિંતા છે તે સરદાર પટેલને ભારત રત્ન કેમ ન આપ્યો?-પ્રસાદ
  • રાહુલ ગાંધીની સરકારમાં ટૂજી કૌભાંડ થતું હતું જ્યારે મોદી સરકારમાં ડિજિટલ ઈન્ડિયા
  • મોદી સરકાર આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરે છે-પ્રસાદ 

Trending Photos

Game of Gujarat: મોદી સરકારના 3 વર્ષમાં એક પણ કૌભાંડ થયું નથી: રવિશંકર પ્રસાદ

અમદાવાદ: 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. આ ચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણીનું ટ્રેલર કહેવામાં આવી રહ્યું છે. કારણ કે લગભગ 15 વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી નહીં પરંતુ દેશના વડાપ્રધાન છે. ચૂંટણીના પરિણામોના 20 દિવસ પહેલા જ દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક ગુજરાત ચૂંટણી પર સૌથી મોટો શો અને સૌથી મોટી ચર્ચા લઈને આવ્યું છે.  ગેમ ઓફ ગુજરાત (Game of Gujarat)ની આ ચર્ચામાં 50થી વધુ દિગ્ગજો ભાગ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમ માટે ઝી ન્યૂઝે જે મંચ બનાવ્યો છે તેને બુલેટ ટ્રેનનો આકાર અપાયો છે. કારણ કે આવનારા દિવસોમાં અમદાવાદની ઓળખ બુલેટ ટ્રેનથી જ થવાની છે. આવનારા દિવસોમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ચાલવાની છે. જેનાથી 550 કિમીનો પ્રવાસ માત્ર બે કલાકમાં પૂરો થશે. 

ગેમ ઓફ ગુજરાતના ચોથા સેશનમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે મોદી સરકારના ત્રણ વર્ષમાં કોઈ કૌભાંડ થયું નથી. જીએસટીમાં વ્યાપારીઓની વાત સાંભળીને સુધારો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે મોદીજીનું સાહસ છે કે સર્જિકલ સ્ટ્રાઈક પણ કરે છે અને નોટબંધી કરીને કાળાનાણા ઉપર પ્રહાર પણ કરે છે. મુખ્યમંત્રી  ઉમેદવારના સવાલ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે વિજય રૂપાણી પણ સારૂ કામ કરે છે. સીએમનું નામ પાર્ટી નક્કી કરશે. પાટીદાર આંદોલન પર રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બધુ કોંગ્રેસની કરણી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પટેલ અનામત પર રોડમેપ બતાવે?

રવિશંકર પ્રસાદે કહ્યું કે જો કોંગ્રેસને પટેલોની ચિંતા છે તો સરદાર પટેલને  કોંગ્રેસે ભારત રત્ન કેમ ન આપ્યો? વર્ષ 1991માં પટેલને ભારત રત્ન આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે જો ગાંધી પરિવારના કોઈ પીએમ હોત તો કદાચ તે પણ ન મળત. આ કામ અટલજીએ કરવું પડ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસે 41 વર્ષ સુધી પટેલને ભારત રત્ન ન આપ્યો. પટેલ વોટર અલગ થવાના સવાલ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે દરેકને રાજનીતિ કરવાનો અધિકાર છે. પટેલો અમારી સાથે નથી તે વાત યોગ્ય નથી. પટેલોએ વર્ષોથી ભાજપને મતો આપ્યાં છે. કોંગ્રેસને નહીં. કોંગ્રેસે સામે આવીને જણાવવું જોઈએ કે પટેલોને તે કેવી રીતે અનામત આપશે. કેટલાક ભ્રમિત જવાનો છે જેમને કોંગ્રેસ પર ભરોસો છે પરંતુ આ લોકોને બાદમાં ખબર પડશે કે ભાજપ જ પટેલોની પાર્ટી છે. 

રાહુલ ગાંધીની સરકારમાં ટૂજી કૌભાંડ થતું હતું જ્યારે મોદીજીની સરકારમાં ડિજિટલ ઈન્ડિયા થાય છે. રાહુલ ગાંધાીના વધતા કદ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી પોતે પણ હોમવર્ક કરતા નથી અને તેમનું ભાષણ લખનારા પણ હોમવર્ક કરતા નથી.  તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીનું જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહેવું એ યોગ્ય નથી. રાહુલ ગાંધીએ લશ્કરથી વધુ ખતરનાક ભગવો આતંકવાદ ગણાવ્યો છે અને આ વાત તેમણે વિદેશમાં કહી. 

રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને સવાલ ઉઠાવ્યાં હતાં. રાહુલ ગાંધી ટ્વિટર પર નવા નવા આવ્યાં છે. તેમણે કઈંક લખતા પહેલા વિચારવું પડશે. હાફિઝ સઈદના નજરકેદમાંથી છૂટકારાના સવાલ પર બોલતા તેમણે કહ્યું કે રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં આ મુદ્દાઓને ઉઠાવી રહ્યાં છે. જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે અમારી પહેલ પર અમેરિકાએ  પણ કહેવું પડ્યું કે હાફિઝ સઈદને પાછા જેલમાં નાખી દો. અમે હાફિઝ સઈદને પણ અંદર કરવાની કાર્યવાહી કરી રહ્યાં છે અને કાશ્મીરમાં લશ્કરના તંકીઓ જીવિત રહેતા નથી. 

તેમણે કહ્યું કે મોદીજીની સરકાર આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરે છે. અલગાવવાદી નેતાઓના ખાતાઓને સિલ કરી દેવાયા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. રામ મંદિરના સવાલ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે હું અહીં રામલલાના વકીલ તરીકે જણાવી રહ્યો છું કે અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે અયોધ્યામાં તે સ્થાન પર રામ મંદિર હતું. મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટમાં પણ મજબુત પુરાવાઓના આધારે રામ મંદિરની ફેવરમાં નિર્ણય આવવો જોઈએ. યુનિફોર્મ સિવિલ કોર્ડના સવાલ પર તેમણે કહ્યું કે 40 હજાર લોકો તેના પર ચર્ચા કરી રહ્યાં છે. આર્ટિકલ 370 ઉપર પણ ચર્ચા જારી છે. પરંતુ કાશ્મીરમાં અમે શું કરી રહ્યાં છે તે પણ જોવા જેવી વાત છે. કાશ્મીરના લોકોને મેનસ્ટ્રીમમાં આવવા માટે કાશ્મીરી યુવાઓને પ્રેરિત કરી રહ્યાં છીએ. 

કાશ્મીરી પંડિતોને પાછા ઘાટીમાં વસાવવા માટેની કવાયત જારી છે. આ કોશિશ કોંગ્રેસની સરકારોએ પણ કરી હતી. અમે પણ કરી રહ્યાં છીએ. ફ્રિડમ ઓફ એક્સપ્રેશનના સવાલ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે સૌથી વધુ ગાળો છેલ્લા 14 વર્ષમાં નરેન્દ્ર મોદીને મળી છે. 2002 ગુજરાત રમખાણો બાદથી નરેન્દ્ર મોદીને લઈને બુદ્ધિજીવીઓએ સવાલ ઉઠાવ્યાં હતાં. પરંતુ વારંવાર હાર્યા બાદ આ લોકો ટૂથ એન્ડ પોસ્ટ ટૂથની વાતો કરે છે. મોદી સરકાર સામે સવાલો પૂછનારાને દેશદ્રોહી કહેવાના સવાલ પર રવિશંકરે પ્રસાદે કહ્યું કે ભાજપની આલોચના કરનારા, મોદીની આલોચના કરનારાને આપણે ક્યારેય દેશદ્રોહી નહીં કહીએ. પરંતુ જેએનયુમાં જો દેશવિરોધી નારા લગાવે અને લોકો ચૂપચાપ સાંભળે તો આપણે કહીશું કે આ લોકો દેશદ્રોહી છે.

ગેમ ઓફ ગુજરાતના ત્રીજા સેશનમાં હાર્દિક પટેલની સાથે સાથે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે ભાગ  લીધો હતો. કોંગ્રેસમાં સામેલ થનારા અલ્પેશ ઠાકોરે કહ્યં કે ભાજપને સવાલ પૂછવો જોઈએ. ગુજરાતમાં ગરીબી અને બેરોજગારી વધી છે. અલ્પેશે કહ્યું કે ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના લોકો રસ્તા પર છે. સૂટબૂટવાળા લોકોનો વિકાસ થયો છે. અલ્પેશ ઠાકોરે કહ્યં કે હાર્દિક પહેલો એવો રાષ્ટ્રદ્રોહી છે જેને મોદીજીએ બોડીગાર્ડ આપ્યાં છે. અલ્પેશે કહ્યું કે હાર્દિક પટેલ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ખોટી વાતો કરે છે. 

આ દરમિયાન જ્યારે એક દર્શકે હાર્દિકને અપાયેલી BMW ગાડી પર કટાક્ષ કર્યો તો હાર્દિકે જવાબ આપ્યો કે તે ગાડી મારી નથી. મારી પાસે ઈઓન કાર છે. મોટી ગાડી મને સમાજના લોકોએ આપી છે. જ્યારે મારો સમાજ મને આ અંગે સવાલ નથી પૂછતો તો અન્ય કોઈને આ અંગે સવાલ પૂછવાનો કોઈ અધિકાર નથી. 

અલ્પેશ ઠાકોરે કહ્યું કે ભાજપે અમારા કોઈ સવાલનો જવાબ આપ્યો નથી. અમે મુરખા છીએ કે 25 વર્ષ અમે આવા ચોરોને ચલાવ્યાં. તેમણે કહ્યું કે ગુજરાત જાગ્યુ છે અને ચોરોથી મુક્તિ અપાવશે. અલ્પેશે કહ્યું કે કોંગ્રેસે હંમેશા ગરીબો અને બેરોજગારોની વાત કરી છે. તેમણે કહ્યું કે 13 વર્ષમાં ગુજરાતમાં બેરોજગારી વધી. ગુજરાતની જનતા ભાજપના નેતાઓને ભગાવી રહી છે. 

તેમણે કહ્યું કે ભાજપ ખોટુ બોલવામાં હોશિયાર છે. અલ્પેશે કહ્યું કે આ કોંગ્રેસ કે ભાજપની નહીં પરંતુ ગુજરાતની લડાઈ છે. અલ્પેશે પડકાર ફેંક્યો કે મુખ્યમંત્રી ઈચ્છે તો ચર્ચા માટે અમે તૈયાર છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news