ગાજ્યા મેઘ વરસ્યા નહી, તમામ મોરચે નિષ્ફળતા બાદ તમામ આપના નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર અને જંજાવતી રીતે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. જે પ્રકારનું પ્રોજેક્શન આપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું તે જોતા લાગી રહ્યું હતું કે, કાં તો આપ જીતશે અથવા તો મજબુત વિપક્ષ બનીને ઉભરશે. જો કે જે પ્રકારનું પરિણામ આવ્યું તે ખુબ જ ચોંકાવનારૂ રહ્યું હતું. વિપક્ષનાં નામે 3 સીટો જ બચી છે. જે પૈકી કોંગ્રેસ પાસે 2 અને એક સીટ આપ પાસે રહી છે. જોકે યુવા પાર્ટી ગણાતી અને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતી પાર્ટી આપ પરિણામો બાદ જાણે સાયલન્ટમાં જતી રહી છે. એક પણ નેતા ન તો કોઇ પ્રતિક્રિયા આપવા તૈયાર છે કે ન તો સોશિયલ મીડિયામાં કોઇ પ્રકારનું નિવેદન આપે છે. 

ગાજ્યા મેઘ વરસ્યા નહી, તમામ મોરચે નિષ્ફળતા બાદ તમામ આપના નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

ગાંધીનગર : મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર અને જંજાવતી રીતે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. જે પ્રકારનું પ્રોજેક્શન આપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું તે જોતા લાગી રહ્યું હતું કે, કાં તો આપ જીતશે અથવા તો મજબુત વિપક્ષ બનીને ઉભરશે. જો કે જે પ્રકારનું પરિણામ આવ્યું તે ખુબ જ ચોંકાવનારૂ રહ્યું હતું. વિપક્ષનાં નામે 3 સીટો જ બચી છે. જે પૈકી કોંગ્રેસ પાસે 2 અને એક સીટ આપ પાસે રહી છે. જોકે યુવા પાર્ટી ગણાતી અને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતી પાર્ટી આપ પરિણામો બાદ જાણે સાયલન્ટમાં જતી રહી છે. એક પણ નેતા ન તો કોઇ પ્રતિક્રિયા આપવા તૈયાર છે કે ન તો સોશિયલ મીડિયામાં કોઇ પ્રકારનું નિવેદન આપે છે. 

ગાંધીનગર ચૂંટણીમાં 44 પૈકી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહેલી આપ માટે મોટો ફટકો છે. ગાંધીનગરથી જ આગામી વિધાનસભાની રણનીતિ તરફ આગળ વધવાનાં આયોજન સાથે આપ ખુબ જ આક્રમક પ્રચાર કરી રહ્યું હતું. જો કે 1 જ સીટ મળતા આપ ઘોર નિરાશામાં ધકેલાઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. જનતાના નિર્ણયનો સ્વિકાર કરતું પણ ટ્વીટ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા કાલે રાત્રે ઠપ્પ થઇ ગયું તે આપ માટે જાણે હજી પણ ઠપ્પ જ હોય તેવું લાગી રહ્યું છે. કોઇ પણ નેતા કાંઇ પણ કહેવા માટે તૈયાર નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ખુબ જ સારુ પ્રદર્શન કરનાર આપ ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ખુબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું હતું. સુરત મહાનગર પાલિકાની 120 પૈકી 27 બેઠકો મળવાને કારણે આપ ખુબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું હતું. ગાંધીનગરમાં આક્રમક રીતે આગલ વધી રહેલું આપ ખુબ જ મહત્વની ભુમિકા નિભાવી શકે તેમ લાગી રહ્યું હતું. જો કે પરિણામે આપને હતોત્સાહ કરી દીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news