જૂનાગઢ મનપા વોર્ડ-8 માં કોંગ્રેસની જીત, વિસાવદર અને માણાવદરમાં ભાજપનો ભગવો લહેરાયો

જૂનાગઢ મનપા વોર્ડ નંબર 8 ખાલી પડેલ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો અને ભાજપના ઉમેદવારની ડીપોઝીટ ગઈ હતી. બીજી તરફ વિસાવદર અને માણાવદર પાલીકાની એક એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
જૂનાગઢ મનપા વોર્ડ-8 માં કોંગ્રેસની જીત, વિસાવદર અને માણાવદરમાં ભાજપનો ભગવો લહેરાયો

ભાવિન ત્રિવેદી/ જૂનાગઢ: જૂનાગઢ મનપા વોર્ડ નંબર 8 ખાલી પડેલ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો અને ભાજપના ઉમેદવારની ડીપોઝીટ ગઈ હતી. બીજી તરફ વિસાવદર અને માણાવદર પાલીકાની એક એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

જૂનાગઢ મનપા વોર્ડ 8 માં એક બેઠકની ચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો અને કોંગ્રેસ ઉમેદવાર રજાક હુશેન હાલા 771 વોટની લીડથી ભવ્ય વિજય થયો હતો. ભાજપ ના ઉમેદવાર અશ્વીનગીરી ગોસ્વામીને માત્ર 638 મત મળતા ડીપોઝીટ ગુમાવાનો વારો આવ્યો હતો. જયારે વોર્ડ 8 ની પેટા ચૂંટણી જંગમાં મૂળ NCP ની બેઠક પાસેથી કોંગ્રેસ ઝૂંટવી લીધી હતી ત્યારે કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

જીતેલા ઉમેદવાર રજાક હાલાને ફુલહાર પેહરાવી વિજય મનાવ્યો હતો. બીજી તરફ જૂનાગઢ જીલ્લાના માણાવદર અને વિસાવદર પાલીકાની ખાલી પડેલ એક એક બેઠકની ચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપના બંને ઉમેદવાર વિજય થયા હતા. વિસાવદર વોર્ડ 1 માં ભાજપના કંચનબેન જેન્તીભાઈ ભુવા 7 મતે વિજય થયા હતા અને માણાવદર પાલીકા વોર્ડ 4 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અશ્વીન મણવર 115 મતે વિજય થયો હતો. જીલ્લાની કુલ ત્રણ બેઠકની પેટા ચૂંટણીમાં બે ભાજપ અને એક કોંગ્રેસના ફાળે ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news