હીના મર્ડર કેસમાં મોટો ખુલાસો : સચિને પરિણિત હોવાની વાત હીનાથી છુપાવી હતી

વડોદરાના બહુચર્ચિત હિના ઉર્ફે મહેંદીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી હીના સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હીના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021 થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. 

Updated By: Oct 16, 2021, 11:56 AM IST
હીના મર્ડર કેસમાં મોટો ખુલાસો : સચિને પરિણિત હોવાની વાત હીનાથી છુપાવી હતી

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના બહુચર્ચિત હિના ઉર્ફે મહેંદીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી હીના સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હીના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021 થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. 

આરોપી સચિનને ગઈકાલે વડોદરા પોલીસ દ્વારા હત્યાની જગ્યા પર લઇ જવાયો હતો. દર્શનમ્ ઓએસિસ ફ્લેટના જી ટાવરના પહેલા માળે 102 નંબરના ફ્લેટમાં લઇ જવાયો હતો. જ્યાં પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યુ હતું. પોલીસે ગુરુવારે આરોપી સચિન દીક્ષિતનો ગાંધીનગર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. આરોપી સચિન દીક્ષિતને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની પોલીસે માંગ કરી હતી. પંરતુ કોર્ટે આરોપી સચિન દિક્ષિતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. સચિન દિક્ષિતના 21 ઓકટોબરના બપોર 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આ પણ વાંચો : નવરાત્રિમાં માતાજીએ ચમત્કાર કર્યો, અમદાવાદના એક પરિવારમાં દેખાયા કંકુવાળા બાળ પગલા

પોલીસ સચિનને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જેમાં સામે આવ્યુ કે, 7 ઓક્ટોબરે રાતના 8 વાગે સચીન હિના અને પુત્ર સાથે ખરીદી ગયો હતો અને ત્યાર બાદ હિનાને કોઇએ જોઇ ન હતી. હિના અને સચિન જાહેરમાં છેલ્લીવાર જોવા મળ્યા હતા. ત્યાર બાદ જ સચિને હિનાની હત્યા કરી હતી. 

આ સિવાય પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યુ કે, સચીન પરિણીત હોવા છતાં તેણે હિનાથી તે બાબત છુપાવી પ્રેમ સંબંધ રાખ્યો હતો. સચિન અગાઉ ફતેગંજ વિસ્તારમાં પત્રકાર કોલોનીના એક મકાનમાં પેઈંગ ગેસ્ટ તરીકે રોકાયો હતો. ફૈઝાન નામના શખ્સે તેને આ રૂમ અપાવ્યો હતો. હાલ પોલીસ ફૈઝાન નામના શખ્સની શોધખોળ કરી રહી છે.