sachin dixit

ગાંધીનગરમાં તરછોડાયેલો સ્મિત કોનો કુળદીપક બનશે, તેને દત્તક લેવા શરૂ થશે પ્રક્રિયા

ગાંધીનાગર (gandhinagar) ના પેથાપુરમાં પિતા દ્વારા તરછોડી દેવાયેલા સ્મિત નામના બાળકે આખા ગુજરાતનું મન મોહી લીધુ હતું. તેના માસુમ ચહેરાને જોઈને અનેક લોકોએ તેને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હવે લોકોની આ ઈચ્છા પૂરી થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળક સ્મિતને દત્તક લેવાનો માર્ગ મોકળો થયો છે. સ્મિત (Smit) ને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ આપી છે. ત્યારે માસુમ સ્મિત કોના કુળદિપક બનશે તે ચર્ચાનો વિષય છે. 

Nov 11, 2021, 12:57 PM IST

તરછોડેલો સ્મિત સચિન દિક્ષીતનો જ પુત્ર છે, DNA થયા મેચ

ગાંધીનગર (gandhinagar) ના પેથાપુર સ્મિત નામના બાળકને તરછોડવાની ઘટનામાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ હોવાનું પુરવાર થયુ છે. આરોપી સચિન દીક્ષિત અને બાળકના DNA મેચ થયા છે. ત્યારે સમગ્ર કેસમાં પોલીસ માટે DNA પરિણામો મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે. 

Oct 16, 2021, 02:41 PM IST

હીના મર્ડર કેસમાં મોટો ખુલાસો : સચિને પરિણિત હોવાની વાત હીનાથી છુપાવી હતી

વડોદરાના બહુચર્ચિત હિના ઉર્ફે મહેંદીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી હીના સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હીના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021 થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. 

Oct 16, 2021, 11:56 AM IST

તરછોડાયેલા સ્મિતની 12 વર્ષ સુધી તમામ સારવાર ફ્રી, આજ હોસ્પિટલમાં થયું હતું વેક્સીનેશન

ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી મળી આવેલા બાળકને એડોપ્ટ કરવા માટે 190 થી વધુ પોલીસને કોલ મળ્યા હતા. હાલ પણ અનેક લોકો સ્મિતને રાખવા તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા આધારે બાળક એડોપ્ટ થઈ શકે છે ત્યાં સુધી બાળક ઓઢવના શિશુ ગૃહમાં રાખવામાં આવશે

Oct 12, 2021, 11:39 PM IST

પેથાપુર બાળક કેસમાં સચિન સાથે LCB પહોંચી બોપલ, સ્મિતના જન્મ મામલે સામે આવી આ જાણકારી

પેથાપુરમાંથી બાળક મળી આવ્યાના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. જો કે, બાળકની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે બાળકના પિતાને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે

Oct 12, 2021, 07:20 PM IST

હત્યારા સચિન દિક્ષિતને કોર્ટમાં રૂમમાં કાર્યવાહી દરમિયાન આંખોમાં આંસુ આવ્યા, 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર

આજે સચિન દીક્ષિતનું ગાંધીનગર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ (Medical Check UP) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 11:00 બાદ ગાંધીનગર કોર્ટ (Gandhinagar Court) માં સચિન દીક્ષિતને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. 

Oct 11, 2021, 11:17 AM IST

ગુજરાતને સૌથી વધારે મુંઝવી રહેલો સવાલ! હવે પછી શિવાંશનું કોણ, કોની પાસે રહેશે શિવાંશ? આ રહ્યો જવાબ

ગુજરાતમાં બહુ ગાઝેલા શિવાંશ કેસ જાણે કોઇ થ્રિલર રાઇડ હોય તેમ એક પછી એક ચોંકાવનારા વળાંકો આવ્યા હતા. આખરે સમગ્ર કેસ પરથી પરદો ઉચકાયો ત્યારે સમગ્ર ગુજરાત દિગમુઢ બની ગયું હતું. હાલ શિવાંશની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે શિવાંશના પિતા હવે જેલમાં જાય તે નક્કી છે તેવામાં શિવાંશનું કોણ તે એક મોટો સવાલ થાય છે. આ અંગે કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો શિવાંશના ડિએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવતા 15 દિવસ લાગી શકે છે. 

Oct 10, 2021, 11:37 PM IST

'અ'સંસ્કારી નગરી? વડોદરામાં વ્યાભિચારનાં જ કિસ્સામાં PI એ જુલાઇમાં, સચિને ગુરૂવારે સ્ત્રીમિત્રની હત્યા કરી

ગુજરાતમાં વ્યાભિચાર મુદ્દે હત્યાના કિસ્સાઓમાં એકાએક વધારો થવા લાગ્યો છે. લગ્નેતર સંબંધોના બે કેસ ગુજરાતમાં ખુબ જ ગાજ્યા હતા. જેમા બે સંતાનોએ પિતાના આડા સંબંધોના કારણે માતા ગુમાવવાનો વારો આવ્યો છે. એક કિસ્સામાં હત્યારો પોલીસ અધિકારી હતો. જ્યારે બીજા કિસ્સામાં સચિન દીક્ષિત એક ટેક્નિકલ આસિસ્ટન્ટ હતો. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા શિવાંશને તરછોડવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. શિવાંશના પિતા સચિને જ તેની પ્રેમિકા હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી છે. શિવાંશની પ્રેમિકાનું જ સંતાન હતું. આવો જ કિસ્સો મહિના અગાઉ કરજણ વડોદરામાં જ સામે આવ્યો હતો. જેમાં પીઆઇએ એક યુવતીની હત્યા કરીને બાળકને નોધારો કરી દીધો હતો. 

Oct 10, 2021, 10:00 PM IST

નિર્માતાને પણ ચક્કર આવે તેવી હિના-સચિનની પ્રેમ કહાણી, ક્યાંય ન હોય તેવી EXCLUSIVE માહિતી

સચિન દીક્ષિત અને હિના પેથાણીના કિસ્સામાં ખુબ જ ચોંકાવનારા વળાંકો આવ્યા અને આખરે જે કેસ ખુલ્યો તે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને માનવતાને શરમજનક સ્થિતિમાં મુકે તેવો હતો. જો કે પોલીસ તપાસમાં હિના અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. હિના ખુબ જ મુક્ત સ્વભાવ ધરાવતી યુવતી હતી. હિનાના માતા પિતા તે 5 વર્ષની હતી ત્યારે જ છુટા પડી ગયા હતા. હિનાની માતાનું એક માર્ગ અકસ્માતમાં મોત થઇ ગયું હતું. ત્યાર બાદ હિના પોતાની નાની સાથે રહેતી હતી અને ત્યાર બાદ પોતાના માસી સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેવા લાગી હતી. 

Oct 10, 2021, 08:48 PM IST

GANDHINAGAR: શિવાંશનો તેની માતા સાથેનો અંતિમ VIDEO જોઇ પોક મુકીને રડી પડશો

 ગાંધીનગરના (gandhinagar) પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી ઉર્ફે હિના પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. હવે સચિને પોતાની ગર્લફ્રેંડ હિનાની હત્યા કરીને શિવાંશને તરછોડી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ પ્રણય ત્રિકોણમાં 2 પરિવાર ખેદાનમેદાન થઇ ચુક્યા છે. હીનાનું મોત થતા શિવાંશ માતા વગરનો થયો છે. પિતા જેલમાં જવાના કારણે હવે પિતા પણ નથી રહ્યા. તો બીજી તરફ સચિનનો પોતાનો પુત્ર અને પત્ની ઉપરાંત પરિવાર પણ નોધારા બની ચુક્યા છે. 

Oct 10, 2021, 06:09 PM IST

રડતા શિવાંશની નજર સામે જ સચિને હિનાનુ ગળુ દબાવ્યુ હતું, અને લાશને પેક કરીને કિચનમાં મૂકી હતી

ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલ બાળકના કેસમાં કોઈ વિચારી પણ ન શકે તેવો વળાંક આવ્યો છે. માસુમનો પિતા જ તેની માતા મહેંદીનો હત્યારો નીકળ્યો છે. સચિન દિક્ષિતે (Sachin Dixit) ઠંડે કલેજે દીકરા શિવાંસ (Shivansh) ની નજર સામે જ તેની હત્યા કરી હતી. પિતા તેની નજર સામે જ માતાને મારી રહ્યો હતો અનેબિચારો બાળક ત્યા રડી રહ્યો હતો. આટલી હેવાનિયત કરીને સચિન દિક્ષિત અટક્યો ન હતો. પત્નીની લાશ ફ્લેટમાંના કિચનમાં જ છોડીને સચિન દીકરાને લઈને નીકળી ગયો હતો. સચિન આટલી ક્રુરતા આચરશે તેવુ કોઈ સપનામાં ય વિચારી ન શકે. ત્યારે સમગ્ર મામલાથી વડોદરાના સ્વીટી દેસાઈ કેસ યાદ આવી ગયો. પીઆઈ અજય દેસાઈએ પણ આ જ રીતે દીકરાની નજર સામે સ્વીટી પટેલની હત્યા કરી હતી. 

Oct 10, 2021, 04:28 PM IST

લવ, સેક્સ ઓર ધોખા: પ્રેમીને પતિ બનાવવા ઇચ્છતી યુવતીએ જીવ ગુમાવ્યો, પુત્રએ પિતા, 2 પરિવાર થયા બરબાદ

શહેર(gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી દેઠાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષથી લિવઇનમાં રહેતા હતા. હિનાના માતાનું મોત થઇ ચુક્યું છે. તેના પિતાએ બીજા લગ્ન કરી લેતા હિના પોતાના માસી સાથે રહેતી હતી. હિના વડોદરાની જ એક ઓટોમોબાઇલ શોરૂમમાં કામ કરતી હતી. જ્યાં આ બંન્ને વચ્ચે પરિચય થયો અને બંન્ને પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. સચિને વડોદરાના બાપોદમાં દર્શન ઓવરસીસમાં G 102 ફ્લેટ ભાડે રાખ્યો હતો. બંન્ને ત્યાં પતિ પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતા. પરિણામ 10 મહિના પહેલા શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ બંન્ને વચ્ચે કંકાસ વધી ગયો હતો. 

Oct 10, 2021, 04:18 PM IST