પાટીદારોને અનામત આપવા મુદ્દે શું બોલ્યા નીતિન પટેલ, જુઓ
આ સાથે નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ કમિશનને રજૂઆત કરવામાં આવી છે.
Trending Photos
અમદાવાદઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠા જાતિના લોકોને આપેલી અનામતને લઈને ગુજરાતમાં પણ ફરી પાટીદારો સક્રિય થયા છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર આગળ વધશે.
આ સાથે નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ કમિશનને રજૂઆત કરવામાં આવી છે. કેટલાક સમાજે અનામતને લઈને રજૂઆત કરી છે. તેમના દ્વારા સરવે કરીને તેના પર પંચ વિચાર વિમર્શ કરશે.
આ સાથે નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં ઈબીસી અંગે જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે હાલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ટિંગ છે. જ્યારે મહારાષ્ટ્રની સરકારે મરાઠા જાતિને અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્રની ગાઇડગાઈન મુજબ સર્વે કરવામાં આવ્યો છે. આ રીતે ગુજરાતમાં પણ અનામત આયોગ કાર્યરત છે. તે મુજબ સર્વે કરવામાં આવે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે