Gandhinagar: ડુપ્લીકેટ દવાઓ બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરતી કંપની પર દરોડા, લાખોની કિંમતની દવા ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મળેલ માહિતીને આધારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર મુકામે સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને ‘એક્ઝાક્લેવ-૬૨૫’ ટેબલેટનો આશરે રૂ.૬૩.૦૦ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી કંપનીના ભાગીદારો સામે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Gandhinagar: ડુપ્લીકેટ દવાઓ બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરતી કંપની પર દરોડા, લાખોની કિંમતની દવા ઝડપાઇ

અમદાવાદ : ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મળેલ માહિતીને આધારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર મુકામે સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને ‘એક્ઝાક્લેવ-૬૨૫’ ટેબલેટનો આશરે રૂ.૬૩.૦૦ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી કંપનીના ભાગીદારો સામે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અનુસાર મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી., ગાંધીનગર છેલ્લા ત્રણ વર્ષની ઉત્પાદન પરવાના ધરાવે છે. આ પેઢીના ભાગીદાર  પ્રવિણભાઇ ચૌધરી અને તેની ટેકનીકલ ટીમ દ્વારા મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે “એક્ષક્લેવ-૬૨૫ કો-એમોક્ષીક્લેવ ટેબલેટ બી.પી. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)” ની બનાવટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા પકડાયા છે. આ દરોડા દરમિયાન ૪,૨૦,૦૦૦ જેટલી “એક્ઝાક્લેવ-૬૨૫” ટેબલેટનો આશરે રૂ.૬૩.૦૦ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. “એક્ઝાટીલ ડ્રાયસીરપ(Exatil Dry Syrup)” બ્રાન્ડનેમની બનાવટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે મે. બ્રુસેલ્સ લેબોરેટરી પ્રા. લી., ચાંગોદર, અમદાવાદના પરવાના નં.G/1010, નામ અને સરનામાંનો ઉપયોગ કરીને બનાવટી દવાનું ઉત્પાદન કરવામાં આવતુ હતું. “એક્ઝાક્લેવ-૬૨૫ ટેબલેટ”ના તૈયાર ૧૮૫૦ કાર્ટન તથા એલ્યુમીનીયમ ફોઇલના રોલ જેના પર પણ Batch No. B2635, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 છાપી અને બ્લીસ્ટર / એલુએલુ પેકીંગ માટે તૈયાર માલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર દરોડા દરમિયાન કુલ ૭૦.૦૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે. 

એક્ઝાક્લેવ-૬૨૫ ટેબલેટની ઉત્પાદન પરવાનગી ન હોવા છતાં ઉત્પાદક પેઢી મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે Batch No. B26235, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 ની પ્રોડક્ટનો જથ્થો મે. ફાઇનક્યોર ફાર્માના Mfg. License No. 34/UA/SC/P-2007 નો ઉપયોગ કરી જાન્યુઆરી માસની ઉત્પાદન તારીખ (૦૧/૨૦૨૧) દર્શાવી ફેબ્રુઆરી માસમાં ઉત્પાદન કરતા પકડાયા છે.  કોશિયાએ વધુમાં જણાવ્યું છે કે, આ સમગ્ર ઉત્પાદનમાં મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી. ઉત્પાદક પેઢીએ પોતાની મશીનરી, રો-મટીરીયલ અને કંપનીના હાલના રીસોર્સનો ઉપયોગ કર્યો છે અને મે.ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડનાં પરવાના નં. 34/UA/SC/P-2007, નામ અને સરનામાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બનાવટી દવાનું ઉત્પાદન કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમોનો ભંગ કરી સજા પાત્ર ગુન્હાહિત કૃત્ય આચર્યુ છે. 

મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી. ઉત્પાદક પેઢીએ ગેરકાયદે એક્ષપોર્ટ માટેના કાર્ટન, રો-મટીરીયલ, બોક્ષ, એલ્યુમીનીયમ ફોઇલ વગેરે ક્યાંથી મેળવેલ છે? અને કેવી રીતે નાઇજીરીયા દેશમાં નિકાસ કરવાના છે તેની સઘન તપાસ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવુ ગેરકાયદેસર ઉત્પાદન કરતી કંપનીઓ અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે. આવા ગુન્હાહિત કૃત્યો આચરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news