Gandhinagar અંડરપાસનું કામ ટૂંક સમયમાં શરૂ થશે, સમય અને ઇંધણની થશે બચત

આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ હતી. ગાંધીનગર શહેરની ગ્રીન સીટી તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડીઝાઇનના આ બે અંડરપાસ મંજૂર કરાયા છે. 

Gandhinagar અંડરપાસનું કામ ટૂંક સમયમાં શરૂ થશે, સમય અને ઇંધણની થશે બચત

ગાંધીનગર: રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટમાં જાહેરાત કરી હતી. આ બંન્ને કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ હતી. ગાંધીનગર શહેરની ગ્રીન સીટી તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડીઝાઇનના આ બે અંડરપાસ મંજૂર કરાયા છે, જેના કામો ટુંક સમયમાં શરૂ કરાશે.  

તેમણે ઉમેર્યું કે, રૂ.૭૨.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બંને અંડરપાસ ૪૫૦ મીટર લંબાઇના બનશે. જેમાં મુખ્ય બ્રીજ ૧૦૦ મીટર તથા ૧૨૦૦ મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે. ઉપરાંત ૨ કિ.મી. લંબાઇનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન છે. આ અંડરપાસના નિર્માણથી શહેરની ટ્રાફીકની સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈધણની પણ બચત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news