ગરીબનું સપનુ રગદોળાયું : શ્રીની મૂર્તિ વેચીને કરેલી કમાણી જે મૂર્તિમાં મૂકી હતી તે પુત્રએ વેચી દીધી

પરસેવો પાડીને મહેનતથી કમાવેલો એક રૂપિયો પણ મહત્વનો હોય છે. રૂપિયાની કિંમત એને જ વધારે ખબર હોય છે જે સાંજ પડીને થાકીને ચૂર થઈ જાય છે, ત્યાં જઈને તેના પરિવારમાં રોટલો બને છે. આવામાં જો મહેનતની કમાણી એક જ ઝાટકે ગાયબ થઈ જાય તો ગરીબ પરિવાર પર આભ તૂટી પડતુ હોય છે. પાલનપુર નવા બસ સ્ટેન્ડ પાસે એક વેપારીને મહેનતથી કરેલી કમાણી ગુમાવવાનો વારો આવ્યો હતો. વેપારીએ ગણપતિની મૂર્તિઓ વેચીને કરેલી બચત એકઝાટકે ગાયબ થઈ ગઈ હતી. જે જાણીને વેપારીના આંખમાંથી આસુ સરી પડ્યા હતા. 
ગરીબનું સપનુ રગદોળાયું : શ્રીની મૂર્તિ વેચીને કરેલી કમાણી જે મૂર્તિમાં મૂકી હતી તે પુત્રએ વેચી દીધી

અલકેશ રાવ/બનાસકાંઠા :પરસેવો પાડીને મહેનતથી કમાવેલો એક રૂપિયો પણ મહત્વનો હોય છે. રૂપિયાની કિંમત એને જ વધારે ખબર હોય છે જે સાંજ પડીને થાકીને ચૂર થઈ જાય છે, ત્યાં જઈને તેના પરિવારમાં રોટલો બને છે. આવામાં જો મહેનતની કમાણી એક જ ઝાટકે ગાયબ થઈ જાય તો ગરીબ પરિવાર પર આભ તૂટી પડતુ હોય છે. પાલનપુર નવા બસ સ્ટેન્ડ પાસે એક વેપારીને મહેનતથી કરેલી કમાણી ગુમાવવાનો વારો આવ્યો હતો. વેપારીએ ગણપતિની મૂર્તિઓ વેચીને કરેલી બચત એકઝાટકે ગાયબ થઈ ગઈ હતી. જે જાણીને વેપારીના આંખમાંથી આસુ સરી પડ્યા હતા. 

પાલનપુરમાં ફૂટપાથ ઉપર ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરનાર વેપારીએ નફાના તેમજ તેની પાસે રહેલા રૂપિયા 80,000 ગણપતિની મૂર્તિની અંદર મૂક્યા હતા. ભૂલથી તેના પુત્રએ એ જ મૂર્તિ એક ગ્રાહકને વેચી દીધી હતી. જેથી વેપારીની બચત એકઝાટકે ગાયબ થઈ ગઈ હતી. ફૂટપાથ પર મૂર્તિ વેચતા વેપારીને રોવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને કિનારે પહોંચી

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અનેક લોકો શ્રીજીની મૂર્તિઓનું વેચાણ કરીને નાની-મોટી કમાણી કરી લે છે. ત્યારે ભીલડીના મુન્નાભાઈ નામના વેપારીએ પાલનપુરના નવા બસસ્ટેન્ડ સામે ફૂટપાથ પર ભગવાન ગણેશજીની મૂર્તિઓનો સ્ટોલ લગાવ્યો હતો. કોરોનાકાળમાં પણ તેમની મૂર્તિઓ સારી એવી વેચાઈ હતી. પરંતુ આ વચ્ચે તેમણે એક ભૂલ કરી હતી. તેમણે પોતાની પાસે રહેલા 80 હજાર રૂપિયા વેચાણમાં મૂકેલી મૂર્તિઓમાંની એક ગણેશજીની મૂર્તિના અંદરના ભાગે મૂક્યા હતા. જોકે ભૂલથી એ જ મૂર્તિ તેમના પુત્રેએ એક ગ્રાહકને વેચી દીધી હતી. જેથી વેપારીને પોતાની તમામ આવક ગુમાવવાનો વારો આવ્યો હતો. વેપારીને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. 

આ પણ વાંચો : અમદાવાદના આ વિસ્તારોમાં છે કૂતરાઓનું સામ્રાજ્ય, ગમે ત્યારે એટેક કરી દે છે 

વેપારીએ મહેનત મજૂરી કરીને મેળવેલી કમાણી એકઝાટકે ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વેપારીએ પોતાનો મોબાઈલ નંબર લોકોને આપ્યો હતો, અને અપીલ કરી હતી કે, જો કોઈ ગ્રાહક પાસે આ રૂપિયા ગયા હોય તો તેને પરત કરે. આમ, મૂર્તિ વેચીને કરેલી બચત મૂર્તિ જ લઇ ગઈ હતી.

Trending news