પાલનપુર

ઝેરી સાપને ગળામાં લટકાવીને ગુજરાતી ગાયકે વીડિયો બનાવ્યો, વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું

સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવી જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. લાઈક્સ મેળવવા અને ફેન ફોલાઈંગ વધારવા માટે લોકો હદ પાર કરી રહ્યાં છે. ત્યારે ડીસાનો એક વીડિયો જીવદયા પ્રેમીઓને હચમચાવી દે તેવો છે. ડીસાના ઝાબડીયા ગામનો દેશી ગાયક કલાકાર અર્જુન ઠાકોર કોબ્રા સાપ ગળે લપેટીને ગીત ગાતો વીડિયો (viral video) સામે આવ્યો છે. હાલ આ વીડિયો (snake video) એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Sep 15, 2021, 04:16 PM IST

ગરીબનું સપનુ રગદોળાયું : શ્રીની મૂર્તિ વેચીને કરેલી કમાણી જે મૂર્તિમાં મૂકી હતી તે પુત્રએ વેચી દીધી

પરસેવો પાડીને મહેનતથી કમાવેલો એક રૂપિયો પણ મહત્વનો હોય છે. રૂપિયાની કિંમત એને જ વધારે ખબર હોય છે જે સાંજ પડીને થાકીને ચૂર થઈ જાય છે, ત્યાં જઈને તેના પરિવારમાં રોટલો બને છે. આવામાં જો મહેનતની કમાણી એક જ ઝાટકે ગાયબ થઈ જાય તો ગરીબ પરિવાર પર આભ તૂટી પડતુ હોય છે. પાલનપુર નવા બસ સ્ટેન્ડ પાસે એક વેપારીને મહેનતથી કરેલી કમાણી ગુમાવવાનો વારો આવ્યો હતો. વેપારીએ ગણપતિની મૂર્તિઓ વેચીને કરેલી બચત એકઝાટકે ગાયબ થઈ ગઈ હતી. જે જાણીને વેપારીના આંખમાંથી આસુ સરી પડ્યા હતા. 

Sep 11, 2021, 02:48 PM IST

પિતાની હેવાનિયતભરી હરકત, પત્ની પિયર જતી રહેતા એક વર્ષની દીકરીને કૂવામાં ફેંકી દીધી 

  • પાલનપુરના ધાણધામાં પત્ની રિસાઇને પિયર જતા રહેતા પિતાએ જ પોતાની ફૂલ જેવી દિકરીને કૂવામાં ફેંકી દીધી
  • પતિ- પત્નિ વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઇને તેના બહેન-બનેવીના ઘરે જતી રહી હતી, જેનુ પરિણામ બાળકીને ભોગવવુ પડ્યું 

Sep 11, 2021, 10:24 AM IST

Shocking!! મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યુ તો અંદર સાપોનો ગુચ્છો ફરતો દેખાયો

પાલનપુરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. પાલનપુરની રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપ (snake) ને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. 

Jun 29, 2021, 11:54 AM IST

PALANPUR માં શહીદ જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાયો, આખા પરગણાના લોકોની આંખો ભીની થઇ

વડગામના મેમદપુરના શહીદ જવાનનો પાર્થિવ દેહ તેના માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન લવાયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. શહીદ જવાનને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી. 

Jun 15, 2021, 05:57 PM IST

શું વેક્સિન લીધા બાદ શરીર ચુંબક બની જાય છે? સુરત-પાલનપુરમાં બનેલી ઘટનાથી આશ્ચર્ય

કોરોનાની રસી મુદ્દે હવે રોજેરોજ નવા નવા સમાચારો સામે આવતા રહે છે. આવો જ એક વિચિત્ર કિસ્સા ગુજરાતમાં હાલમાં જ સામે આવ્યા છે. જેમાં સુરતનાં પર્વત પાટીયા ખાતે રહેતા 78 વર્ષીય દાદી અને તેમનાં 10 વર્ષનાં પૌત્રને શરીરે સિક્કા અને ચમચી ચોંટવા લાગ્યા છે. વૃદ્ધાને આવું વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ થયું છે. જો કે 10 વર્ષનાં બાળકે તો વેક્સિન પણ લીધી નથી. 

Jun 13, 2021, 05:56 PM IST

PALANPUR: રાકેશ ટિકૈતની સભા પહેલા કાળા વાવટા ફરક્યા, સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ

સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનાં મુખ્ય નેતા રાકેઠ ટિકેટ હાલ ગુજરાતનાં પ્રવાસે છે. આબુથી તેઓ પાલનપુર ખાતે આવ્યા હતા. ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તેઓ અહીં ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવાનાં હતા. ગુજરાતમાં તેઓ જ્યારે પ્રવેશ્યા ત્યારે હળ આપીને ખેડૂત સંગઠનો દ્વારા તેમનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડૂત આંદોલન હાલ સરકાર વિરુદ્ધમાં છે. વડાપ્રધાન ગુજરાતનાં હોવાના કારણે ગુજરાતી ખેડૂતો જો વિરોધ કરે તો વધારે દબાણ લાવી શકાય તેવા આશયથી તેઓ ગુજરાતના ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા માટે ગુજરાત આવ્યા છે. 

Apr 4, 2021, 04:51 PM IST

પાલનપુર: કોરોનાની રસી તો આવે ત્યારે ખરી પણ તંત્રના વાંકે આ સામાન્ય રસી નથી મળી રહી, સેંકડો લોકો પર જોખમ

જિલ્લાના પાલનપુરમાં આવેલી  જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસથી ડાયાબિટીસના દર્દીઓને અપાતાં ઇન્સ્યુલીન ઈંજેક્શન જ હાજર ન મળતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ બજારમાંથી પૈસા ખર્ચી ઇન્જેકશનો ખરીદીવા મજબુર બન્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમા સંચાલક મંડળ અને સિવિલ સર્જનના આંતરિક વિખવાદને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં આવેલી છે. જેનું સંચાલન છેલ્લા કેટલાક વર્ષોથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરાઈ રહ્યું છે. જેમાં ફક્ત પાલનપુરના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને  છેલ્લા દોઢ માસથી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓને અપાતા ઇન્સ્યુલિન ઇન્જેક્શન ખૂટી જતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

Dec 27, 2020, 11:22 PM IST

જાત મહેનત જીંદાબાદ: 50 ખેડૂતોએ 16 કિલોમીટર લાંબી કેનાલ કરી સાફ

કેનાલમાં પાણી આવે અને કેનાલ ન તૂટે તે માટે સલ્લા ગામના 50 જેટલા ખેડૂતો 16 કિલોમીટર લાંબી અને ઝાડી ઝાંખર ઊગી ગયેલી વર્ષોથી સાફ સફાઈ ન થયેલી ગઢ બ્રાન્ચ કેનાલને પોતાના તમામ કામકાજ છોડીને હાથમાં કોદાળી અને પાવડાઓ લઈને સાફ કરી રહ્યા છે. 

Nov 1, 2020, 05:11 PM IST

બનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠક બિનહરીફ, શંકર ચૌધરી ફરી બાહુબલી સાબિત થયા

એશિયાની સૌથી મોટી અને વર્ષે 12 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ માવજીભાઇ દેસાઇનું ઉમેદવારી પત્ર ડીસા ખાતેથી ભર્યું હતું. જ્યાં તેમની સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ કેસાજી ચૌહાણ સહિત અનેક સમર્થકો હાજર રહ્યા હતા. 

Sep 29, 2020, 11:48 PM IST
10 days voluntary lockdown in Gadh village of Palanpur PT2M14S

પાલનપુરના ગઢ ગામમાં 10 દિવસનું લોકડાઉન

10 days voluntary lockdown in Gadh village of Palanpur

Sep 22, 2020, 04:10 PM IST

એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણી જાહેર થતા જ પાલનપુરમાં રાજકારણ ગરમાયું

બનાસડેરી ચૂંટણી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે 19 ઓક્ટોમ્બરે બનાસડેરીના 16 ડિરેક્ટરો  માટે મતદાન થશે અને 20 ઓક્ટોબરના મતગણતરી યોજાશે જોકે બનાસડેરીની ચૂંટણીને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકારણ ગરમાયુ છે. બનાસડેરીમાં 3.50 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે. જોકે બનાસડેરીનો રોજનો કરોડોનું ટર્નઓવર છે. જોકે બનાસડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે યોજાશે. જેમાં 1297 જેટલા મતદારો 16 ડિરેક્ટરો માટે મતદાન કરશે અને 20 ઓક્ટોમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Sep 19, 2020, 10:53 PM IST

ઉત્તર ગુજરાતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવું લીધું સત્તાનું સુકાન, કોંગ્રેસના ગઢમાં ગાબડું

બનાસકાંઠા જિલ્લામાં આજે 13 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે કોંગ્રેસ પાસે રહેલી ચાર તાલુકા પંચાયત પર સત્તા મેળવતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. અઢી વર્ષ અગાઉ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી તે ટકાવી રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે.

Sep 9, 2020, 11:21 PM IST

બનાસકાંઠામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી, કાટમાળમાં 11 લોકો દટાયા, 3ના મોત

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે આજે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા 11 લોકો દિવાલના કાટમાળમાં દટાયા હતા. જેમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત 3 લોકોના મોત નીપજતા છે. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.

Sep 7, 2020, 04:33 PM IST

પિતાનો સંકલ્પ ચાલુ રાખવા પુત્રોએ ઘરે જ બનાવ્યા સવા લાખ અનોખા શિવલિંગ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના મોટાભાગના શિવમંદિરો બંધ રહેતા શ્રાવણ મહિનામાં પિતાનો  સવા લાખ બિલીપત્ર ચડાવવાનો સંકલ્પ ચાલુ રાખવા પાલનપુર તાલુકાના સગ્રોસણા ગામના એક સ્વર્ગસ્થ પિતાના પુત્રોએ ઘરે જ સવા લાખ અનોખા શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના શરૂ કરી છે.

Jul 28, 2020, 09:54 AM IST

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળ્યું મોત, આ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ

મૃતક ધ્રુવ યુવતિ સાથે પ્રેમમાં હોવાથી તેના મિત્રની બાઈક પર બેસી અને મળવા ગયો હતો. ધ્રુવ ત્યાં જતાં સંતાઈ રહેલા તેના કાકા અને મામાએ ધ્રુવને પકડી લઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

Jul 6, 2020, 12:24 PM IST

73 વર્ષના આ દાદા છે 'દેશી સુલતાન', સરળતાથી ઉપાડી લે છે 150 કિલો જેટલું વજન

પાલનપુરની નજીક આવેલા બસુ ગામે રહેતા 73 વર્ષના વૃદ્ધ લાલજીભાઇ જુડાળ માત્ર 4 ધોરણ ભણેલા છે પરંતુ યુવાનીમાં કસરતનો એવો શોખ જાગ્યો કે તે છેલ્લા 50 વર્ષથી નિયમિત કસરત કરી રહ્યા છે. જેથી તેવો આટલી ઉંમરે પણ હૃષ્ટપુષ્ટ છે અને આજદિન સુધી તેમને કોઈ બીમારી સ્પર્શ કરી શકી નથી.

Apr 29, 2020, 05:02 PM IST
Gathanman Became A Hotspot Of Corona In Palanpur PT3M40S

પાલનપુરનું ગઠામણ બન્યું કોરોના હોટસ્પોટ

Gathanman Became A Hotspot Of Corona In Palanpur

Apr 25, 2020, 09:30 PM IST
Breach Of Section 144 In Palanpur PT3M4S

પાલનપુરમાં કલમ 144નો ભંગ, શાકમાર્કેટમાં લોકોના ટોળે ટોળાં

બનાસકાંઠાના પાલનપુરમ કલમ 144નો સરેજાહેર ભંગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટરે કોરોના વાયરસને લઈને 144ની કલમનો અમલ કરવા સખ્ત આદેશ કર્યો હતો. 4થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. પાલનપુરના શાક માર્કેટ વિસ્તારમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.

Mar 21, 2020, 03:00 PM IST
Theft accused arrested in a mobile shop in Palanpur 14032020 PT2M47S

પાલનપુરનો મોબાઇલ શો રૂમમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો...

પાલનપુરનો મોબાઇલ શો રૂમમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો...

Mar 15, 2020, 12:30 AM IST