પોતાના નગ્ન ફોટો ફેસબુકમાં જોઈ યુવતીના પગ તળેથી જમીન ખસી, વર્ચ્યૂઅલ મિત્રએ જીવન બનાવ્યું નર્ક

પોતાના નગ્ન ફોટો ફેસબુકમાં જોઈ યુવતીના પગ તળેથી જમીન ખસી, વર્ચ્યૂઅલ મિત્રએ જીવન બનાવ્યું નર્ક
  • દિન-પ્રતિદિન સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. સોશિયલ મીડિયાનો સંયમપૂર્વક અને સમજણપૂર્વક ઉપયોગ કરવો તે ખૂબ જરૂરી છે

ઊમેશ પટેલ/વલસાડ :આજના આધુનિક યુગમાં યુવાધન સોશિયલ મીડિયા ઉપયોગ વગર એક દિવસ પણ જીવી શક્તા નથી. સંયમ વગરના સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં એક યુવતીને સમજણ વગર ફેસબુકનો ઉપયોગ ભારે પડ્યો છે. ફેસબુકના આભાસી મિત્રએ આ યુવતીનું જીવન નર્ક કરી નાંખ્યું હતું.  

માણસના જીવનમાં મિત્રોનું ખૂબ જ મહત્વ હોય છે. આપણા ઇતિહાસમાં પણ મિત્રતાના અનેક અનોખા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. જોકે આજની નવી પેઢીને સોશિયલ મીડિયામાં મિત્રો બનાવવાનું ઘેલું લાગ્યું છે. તેમાં પણ instagram અને ફેસબુક જેવા આભાસી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વધારેમાં વધારે  ફ્રેન્ડ બનાવવાની જાણે હોડ લાગી હોય છે. ત્યારે દિન-પ્રતિદિન સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. સોશિયલ મીડિયાનો સંયમપૂર્વક અને સમજણપૂર્વક ઉપયોગ કરવો તે ખૂબ જરૂરી છે. પોતાની તસવીરોને સોશિયલ મીડિયામાં મૂકતા પહેલા સો વાર વિચારવુ જોઈએ. કારણ કે તમારી અનમોલ યાદોને facebook અને instagram જેવા માધ્યમમાં મૂકતા તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. ત્યારે વલસાડની એક યુવતીને કપરો અનુભવ થયો. આ યુવતીએ તેના ફેસબુક ફ્રેન્ડમાં એક માનસી મોદી નામની મહિલાને મિત્ર બનાવી હતી. આ મહિલા મિત્રએ યુવતીના તમામ ફોટાને લાઈક અને શેર પણ કરી શકે તેવી પરવાનગી પણ આપી હતી. ત્યારે અચાનક એક દિવસ આ મહિલા મિત્રએ યુવતીને મેસેન્જરમાં કેટલાક ફોટા શેર કર્યાં. આ ફોટા જોઈને યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે, યુવતીના નગ્ન ફોટા મેસેન્જરમાં મોકલવામાં આવ્યા હતા અને આ યુવતીને તેની આ નવી ફેસબુક ફ્રેન્ડ માનસી બ્લેકમેલ પણ કરતી હતી. ઘટનાની ગંભીરતા જોઈને આ વલસાડની યુવતીએ વલસાડ પોલીસને સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી હતી અંતે વલસાડ પોલીસે આ મામલે ગુનો નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : ‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો

આ વિશે ડીવાયએસપી એમએન ચાવડાએ જણાવ્યું કે, વલસાડ પોલીસે આ મામલે એક આરોપી કીર્તિ વાઘેલાની ધરપકડ કરી લીધી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે રહેતો આ યુવકે કીર્તિ નામે પોતાનું નકલી ફેસબૂક આઇડી બનાવ્યું હુતં. તે સ્ત્રીઓને બ્લેકમેઇલ કરવાનો ધંધો કરતો હતો. માનસી મોદી નામની મહિલાનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી facebook માં જ મહિલા મિત્રો બનાવી તેમના ખાનગી ફોટાઓ સાથે મોર્ફ અને એડિટિંગ કરી યુવતીઓને બ્લેક મેઇલ કરવાનો ધંધો કરનારા યુવાન હાલે વલસાડ પોલીસે દબોચી લીધો છે. 

આ પણ વાંચો : ગુજરાતના સિંહો માટે સ્વર્ગ સમાન છે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ

ત્યારે પોલીસ તમામ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ માનસિક વિકૃત એવા કીર્તિ વાઘેલા મહિલાઓના ફોટો મોર્ફ કરીને તેમને દબાણ કરતો હતો. તે યુવતીઓને કહેતો કે, યુવતીઓ જાતે જ તેમના ન્યૂડ ફોટા પાડી આ યુવકને મોકલે. જોકે આ કિસ્સામાં ફરિયાદી યુવતી આ માનસિક વિકૃતિના તાબે ન થતાં તેણે પોલીસનો સહારો લીધો છે.

આ વિકૃત માનસિકતા ધરાવતો આરોપી હાલે વલસાડ પોલીસની પકડમાં આવ્યો છે. જોકે, કીર્તિ વાઘેલા અગાઉ પણ આ પ્રકારના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news