ગોંડલ: ઘરમાં ઘુસેલો દીપડો શાળામાં ઘુસ્યો, વન વિભાગે ડ્રોન કેમેરા દ્વારા રેસક્યૂ ચાલુ કર્યું

ગોંડલના ભગવતપરા શાળાનંબર 5 પાસે આવેલા મકાનમાં દીપડો ઘુસી ગયો છે. દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ દીપડાને પકડવા માટે જૂનાગઢથી રેસક્યુ ટીમ બોલાવવામાં આવી છે. ગનમેન સહિતની ટીમ ગામમાં આવી પહોંચી છે. જો કે દીપડો એટલો ચાલાક છે કે, તેને પકડામાં નિષ્ણાંતોની ટીમને પણ નિષ્ફળતા સાંપડી છે. 

ગોંડલ: ઘરમાં ઘુસેલો દીપડો શાળામાં ઘુસ્યો, વન વિભાગે ડ્રોન કેમેરા દ્વારા રેસક્યૂ ચાલુ કર્યું

રાજકોટ : ગોંડલના ભગવતપરા શાળાનંબર 5 પાસે આવેલા મકાનમાં દીપડો ઘુસી ગયો છે. દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ દીપડાને પકડવા માટે જૂનાગઢથી રેસક્યુ ટીમ બોલાવવામાં આવી છે. ગનમેન સહિતની ટીમ ગામમાં આવી પહોંચી છે. જો કે દીપડો એટલો ચાલાક છે કે, તેને પકડામાં નિષ્ણાંતોની ટીમને પણ નિષ્ફળતા સાંપડી છે. 

વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બકરાને પણ અગાસી પરથી દોરડા વડે મકાનમાં ઉતારવામાં આવ્યું હતું. સતત બે કલાક સુધી રેસક્યું ચાલી રહ્યું છે. દીપડાએ વન વિભાગને પરસેવો લાવી દીધો છે. વન વિભાગનાં ગન શોટના કારણે ઘરથી બહાર ભાગી દીપડો શાળામાં ઘુસી ગયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દીપડાને પાંજરામાં પુરવા ગનથી બેભાન કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. 

વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી છે. હાલ વન વિભાગ દ્વારા ગ્રીલથી દીવાલમાં હોલ પાડવામાં આવ્યો છે. દીપડો જ્યાં ઘુસ્યો તેની સામેના મકાનમાં દીવાલ ટપીને આવ્યો હતો. ત્યાં 80 વર્ષથી ઉંમરના લાભુબેન ડાયાભાઇ જેઠવા નામના માજી ફળિયામાં બેઠા હતા. તેમને સાવરણી હાથમાં લેતા ડેલી ખુલી હતી. એટલે ત્યાંથી સામેની મકાનની બેઠક ખુલી હતી. ત્યાં ઘુસી ગયો હતો. 

મકાન માલિક સંદીપ ગોંડલિયાએ જણાવ્યું કે, અમે રૂમમાં બેઠા હતા અને મોબાઇલમાં મથતા હતા. ત્યારે દીપડો અચાનક નિકળ્યો હતો. પહેલા કુતરુ હોવાનું લાગ્યું હતું. જ્યારે મારા ભાભીએ બાળકને હટાવી લીધું હતું. ત્યાર બાદ ઘરના બધા સભ્યોને મે રૂમની બહાર કાઢ્યા હતા. અમે ઘરની બહાર નિકળ્યાં ત્યારે લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news