Farmers Protest:આજની બેઠક રહી નિષ્ફળ, 9 ડિસેમ્બરે યોજાશે આગામી બેઠક
ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વછે પાંચમા તબક્કાની વાતચીત (Farmers Government fifth Meeting)ખતમ થઇ ગઇ છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 9 ડિસેમ્બરના રોજ ફરીથી ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર સાથે વાતચીતનો દૌર શરૂ ચાલશે.
Trending Photos
નવી દિલ્હી: ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વછે પાંચમા તબક્કાની વાતચીત (Farmers Government fifth Meeting)ખતમ થઇ ગઇ છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 9 ડિસેમ્બરના રોજ ફરીથી ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર સાથે વાતચીતનો દૌર શરૂ ચાલશે. ખેડૂત આગામી મીટીંગમાં ન જવાના મૂડ્માં છે. ખેડૂત નેતા ચર્ચા પહેલાં હવે લેખિત જવાબ ઇચ્છે છે. ખેડૂત ગત 10 દિવસથી સતત આંદોલન (Farmers Protest) કરી રહ્યા છે. સરકાર અને ખેડૂત વચ્ચે 5મા તબક્કાની બેઠક હતી. આ દરમિયાન સરકારે દિલ્હી પોલીસને બોર્ડર પર એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે.
આગામી મીટિંગમાં ખેડૂત લેશે આગળ નિર્ણય
કૃષિ સુધાર બિલ (Farm Laws)ના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)ને લઇને બેઠક પર બેઠક બાદ ખેડૂતોએ કહ્યું કે સરકારનો જે નિર્ણય હોય તે લખીને મોકલે, ત્યારબાદ ખેડૂત આગામી મીટિંગ વિશે નિર્ણય કરશે કે આગામે બેઠકમાં આવવું કે નહી. આવતીકાલે ફરી એકવાર ઓલ ઇન્ડીયા ખેડૂત નેતાઓની બેઠક થશે. આવતીકાલે સાંજ સુધી ખેડૂત નક્કી કરીને જવાબ આપશે કે 9 ડિસેમ્બરના રોજ જવું કે નહી. તો બીજી તરફ ખેડૂતોએ કહ્યું કે આગામે મીટિંગમાં જઇ શું નહી. હવે ચર્ચા નહી જવાબ જોઇએ. ખેડૂત નેતાઓનું કહેવું છે કે 7 અથવા 9 તારીખ, આ બે તારીખ બેઠક માટે કેન્દ્રએ આપી હતી આ બે તારીખ બેઠક માટે કેન્દ્રએ આપી હતી હવે ખેડૂતો નકી કરશે ચર્ચા કરવાની છે અથવા જવાબ લેવાનો છે.
ખેડૂતોને માંગ્યો લેખિત જવાબ
વિજ્ઞાન ભવનમાં 5મા તબક્કાની વાતચીત દરમિયાન ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સાથે ગત બેઠક દરમિયાન થયેલી ચર્ચા પર મુદ્દાસર લેખિત જવાબ માંગ્યો છે. ખેડૂતોની આ વાત પર સરકારે સહમતિ આપી છે. ખેડૂત આંદોલનની સૌથી મોટી માંગ, ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)અને મંડી પર કેન્દ્ર સરકાર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન આપવા માટે તૈયાર છે.
મંત્રીઓ અને અધિકારીઓની અલગથી ચર્ચા
બેઠક દરમિયાન ખેડૂત નેતાઓએ વારંવાર ફક્ત અને ફક્ત ત્રણેય કૃષિ કાયદા (Farm laws)ને રદ કરવાની વાત કરી. તેના પર કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું આ ત્રણેય કાયદા તમારા હિતમાં છે. તેમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જેનાથી ખેડૂતોને ફાયદો થશે. વચ્ચે જ કૃષિ સચિવને ટોકતાં ખેડૂતોએ કહ્યું કે ભાષણથી કોઇ મતલબ નથી.
કૃષિ મંત્રીએ કહ્યું- દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર
ત્યારબાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ કહ્યું કે પહેલાં તમે એક મુદ્દો ઉઠાવ્યો, બીજો મુદ્દો ઉઠાવ્યો પછી ત્રણ-ચાર મુદ્દા ઉઠાવ્યા. તેના પર અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમે સુધારા માટે તૈયાર છીએ પછી કાયદાને રદ કરવાની આ અલગથી માંગણી કેમ? સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક મુદ્દા પર ચર્ચા કરીશું. ત્યારબાદ ત્રણેય મંત્રીઓ અને અધિકારીઓ સાથે અલગથી ચર્ચા ચાલુ છે.
પીએમના આવાસ પર બે કલાક બેઠક
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તો આ મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા હતા. શનિવારે કિસાન સંગઠનો સાથે પાંચમાં રાઉન્ડની વાતચીત પહેલા મોટી મીટિંગ થી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ હાજર રહ્યા હતા. પીએમ મોદીની સાથે કિસાન આંદોલનને લઈને ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ વચ્ચે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ છે. આ બેઠક આશરે બે કલાક ચાલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે