જેતપુરમાં જોખમી ખાડા! જોજો જિંદગી ના થઈ જાય રમણભમણ!
રાજ્યનું રાજકોટ જિલ્લાનું જેતપુર એક ઉદ્યોગિક શહેર છે અને વિશ્વ વિખ્યાત છે. પરંતુ જેવા જેતપુર શહેરમાં અંદર પ્રવેશો એટલે એવું લાગે કે તમે કોઈ ત્રીજા વિશ્વના દેશના શહેરમાં આવી ગયા છો.
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર: છેલ્લા ઘણા સમય થયો તેમ છતાં રાજકોટ જિલ્લાના રોડ રસ્તાની હાલત ખુબજ ખરાબ છે, તેમાં પણ જેતપુરના રોડ રસ્તાને લઈને સામન્ય લોકોની હાલત ખુબ જ દયનીય છે. રાજ્યના ધોરી માર્ગો જોતાં એવું લાગે કે જાણે કોઈ અવિકસિત શહેરના રસ્તા છે. લોકોની માંગ છતાં પણ સરકાર બેદરકાર જોવા મળે છે.
રાજ્યનું રાજકોટ જિલ્લાનું જેતપુર એક ઉદ્યોગિક શહેર છે અને વિશ્વ વિખ્યાત છે. પરંતુ જેવા જેતપુર શહેરમાં અંદર પ્રવેશો એટલે એવું લાગે કે તમે કોઈ ત્રીજા વિશ્વના દેશના શહેરમાં આવી ગયા છો. સરદાર ચોકથી લઈને સારણનાપુલ સુધીનો અમરનગર રોડની હાલત તો સાવ ખખડધજ છે. રોડ ઉપર ઠેર ઠેર ખાડા સામાન્ય બાબત છે, અને એ પણ ઊંડા ખાડા છે. જ્યાં ચાલવું તો ખુબ જ મુશ્કેલ છે. તેમાં વાહન ચલાવવા એ તો ખુબ જ મુશ્કેલ છે.
અમરનગર રોડ હાલ જેતપુરનો હાર્દ સમાન રોડ છે, જે હાલ ખુબ જ ખરાબ છે. સાથે અંદાજીત 20 જેટલા ગામનો મુખ્ય રોડ છે અને સ્કૂલો પણ આજ રોડ ઉપર હોવાથી વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. અહીથી પસાર થતાં રાહદારીઓ અહીથી પસાર થવા માટે મોટી મુશ્કેલી પડે છે. આ હાલત છેલ્લા ઘણા મહિના થયા તેમ છતાં આ રોડની હાલત આવી જ છે. દિવસેને દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી છે. આ રોડ ઉપરથી પસાર થતાં વાહનોને ભારે નુકસાન થાય છે અને અંબુલન્સને પણ રોડ ઉપરથી ચલાવી શકતા નથી.
આ રોડ નેશનલ હાઇ-વેમાં આવતો હોવાથી કોઈ ધ્યાન આપતું નથી. આ રોડને રીપેર કરવાની તંત્રની કોઈ ઈચ્છા ના હોય તેવું સ્પસ્ટ જોવા મળે છે. ત્યારે સરકાર શા માટે ટેક્સ વસૂલે છે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ઊભો થયો રહ્યો છે.
સાથે જેતપુરના 20 જેટલા ગામો જોડાયેલા છે, જેનો સીધો વાહન વ્યવહાર જોડાયેલ છે. આ રોડ ઉપર 4 જેટલી સ્કૂલો આવેલ છે. વિદ્યાર્થીઓ સ્કૂલે અવરજવર માટે મુશ્કેલી પડે છે. ત્યારે કોંગ્રેસે પણ આ રોડને લઈને અનેક રજૂઆતો કરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ હજુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે