Gram Panchayat Election Result: 22 વર્ષીય યુવતી આ ગામમાં બની સરપંચ, લોકોને આપ્યો હતો આ વાયદો!

ગોધરા તાલુકાની ગોઠડા ગ્રામ પંચાયતમાં યુવા ઉમેદવાર પર મતદારોએ પસંદગી ઉતારી છે. 22 વર્ષીય નિરાલીબેન પારધીનો ભવ્ય વિજય થયો છે. યુવા ઉમેદવારે ગામમાં વિકાસ કરવાનો વિશ્વાસ આપી પ્રચાર કર્યો હતો. 

Gram Panchayat Election Result: 22 વર્ષીય યુવતી આ ગામમાં બની સરપંચ, લોકોને આપ્યો હતો આ વાયદો!

ઝી ન્યૂઝ/ પંચમહાલ: ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે ગોધરામાં નાની ઉંમરના મહિલા સરપંચ ચૂંટાયા છે. 

મળતી માહિતી પ્રમાણે, ગોધરા તાલુકાની ગોઠડા ગ્રામ પંચાયતમાં યુવા ઉમેદવાર પર મતદારોએ પસંદગી ઉતારી છે. 22 વર્ષીય નિરાલીબેન પારધીનો ભવ્ય વિજય થયો છે. યુવા ઉમેદવારે ગામમાં વિકાસ કરવાનો વિશ્વાસ આપી પ્રચાર કર્યો હતો. 

બનાસકાંઠામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની

No description available.
બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. 105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news