કચ્છ: ભુજમાં જૂની અદાવતનું સમધાન કરવા ભેગા થયેલા બે જુથો વચ્ચે ધિંગાણુ, એકનું મોત
જૂથ અથડામણ બાદ ગામમાં પોલીસનો ખડકલો, સમાધાનની વાત વણસતા ફરી એકવાર ધિંગાણુ
Trending Photos
ભુજ : શહેરનાં વોકળા ફળિયામાં જૂની અદાવતને અનુલક્ષીને બે જુથો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઇજાઓ થઇ છે, જેમની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી એકને વધારે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. તલવાર, પાઇપો જેવા ઘાતક હથિયારો સાથે બે જૂથો વચ્ચે ધીંગાણુ થયું હતું.
પોલીસનો ખડકલો
બે જૂથો વચ્ચે થયેલી જૂથ અથડામણ બાદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. પોલીસે સાવચેતી સ્વરૂપે મોટા પ્રમાણમાં પોલીસ પાર્ટી ગામમાં ઉતારી દીધી હતી. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત આસપાસનાં ઘરોમાં કોમ્બિંગ કરીને ઘાતક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
શીર્ષ સંવાદ: હાર્દિક પટેલનો હુંકાર 2022 માં આવી રહી છે કોંગ્રેસની સરકાર
અગાઉ થયેલી માથાકુટનું સમાધાન લોહીયાળ બન્યું
અગાઉ થયેલી માથાકુટ માટે અમીન રહેમતુલ્લા થેબા, ગુલામ અલીમામદ થેબા, અલ્તાભ ઓસમાણ સમેજા સહિતના લોકો વોકળા ફળિયામાં ગયા હતા. દરમિયાન સમાધાનની વાતચીત વચ્ચે વાત ફરી એકવાર વણસતા ગની લાખા, ફિરોઝ લાખા સહિતનાં પરિવારના લોકોએ તલવાર, પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં અમીન રહેમતુલ્લા થેબાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે