વિધાનસભાની વાતઃ કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ વખતે કોને મળશે સોમનાથના આશીર્વાદ?

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ આજે અમે વાત કરી રહ્યા છીએ જૂનાગઢ જિલ્લામાંથી વિભાજિત કરવામાં આવેલી સોમનાથ વિધાનસભા બેઠકની. અહીંયા ચૂંટણી સમીકરણ શું છે? વર્ષ 2013માં સોમનાથ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ સીટ અનુસૂચિત જાતિ માટેની બેઠક તરીકે અનામત છે. સોમનાથ બેઠક પર 2.37 લાખથી વધારે મતદારો છે.

વિધાનસભાની વાતઃ કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ વખતે કોને મળશે સોમનાથના આશીર્વાદ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે લાંબો સમય વધ્યો નથી. ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ પોતપોતાની રણનીતિ મુજબ કામ શરૂ કરી દીધો છે. આ વખતે પરંપરાગત રાજકીય પક્ષો એટલેકે, ભાજપ-કોંગ્રેસ ઉપરાંત કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની છે. તેના કારણે આવખતની ચૂંટણીમાં તમને ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. ત્યારે ગીર સોમનાથની ચાર બેઠક પૈકી સોમનાથની બેઠક મહત્વની છે. કેમ કે ગીરસોમનાથની આ બેઠક પણ કોંગ્રેસનો ગઢ છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લાને ગીર સોમનાથ જિલ્લાના રૂપમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. સોમનાથ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટે કી ટક્કર માનવામાં આવી રહી છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુકાબલો વધારે દિલચશ્પ બનવાનો છે. 

સોમનાથ બેઠક પર મતદારો: 
સોમનાથ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. આ સીટ પર 2.37 લાખથી વધારે મતદારો છે. અહીંયા કોળી, મુસ્લિમ, ખારવા, કારડિયા, આહિર સમુદાયના મતદારોની સંખ્યા વધારે છે. 2011ની જનગણના પ્રમાણે અહીંયાની વસ્તી કુલ 3 લાખ 22 હજાર 492 છે. તેમાં 42.39 ટકા વસ્તી ગ્રામીણ અને 57.61 ટકા શહેરી વસ્તી છે. 

બેઠકનું રાજકીય સમીકરણ: 
સોમનાથ વિધાનસભા સીટ પર વર્ષ 2012 અને 2017 કોંગ્રેસે જીત મેળવી હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના વિમલ ચુડાસમાએ 20 હજાર 450 મતથી જીત મેળવી હતી. તેમને કુલ 94 હજાર 914 મત મળ્યા હતા. તેમણે ભાજપના જશાભાઈ બારડને 74 હજાર 464 મત મળ્યા હતા. અહીંયા એક ઈતિહાસ રચ્યો છે કે 1975થી 2007 સુધીની ચૂંટણીમાં એક ઉમેદવારને છોડીને એકપણ ઉમેદવારને મતદારોએ ફરીવાર ચૂંટ્યા નથી. બીજીવાર પણ ઉમેદવારને પસંદ કર્યો, જ્યારે તે અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા.  

સોમનાથ બેઠકનો ટ્રેક રેકોર્ડ: 
વર્ષ        વિજેતા ઉમેદવાર      પક્ષ 

1962      રમણલાલ શાહ        કોંગ્રેસ 

1967      કેસર ડોડીયા           સ્વતંત્ર 

1972      કેસર ડોડીયા           સ્વતંત્ર 

1975      અવશાવેગમશાહ શેખ કોંગ્રેસ 

1980       રુડાભાઈ વાઢેર        જેએનપી 

1985      એમ એફ બલોચ       કોંગ્રેસ 

1990      જસાભાઈ બારડ        જનતા દળ 

1995      જસાભાઈ બારડ        કોંગ્રેસ 

1998      ચુનીભાઈ ગોહેલ       ભાજપ 

2002      જસાભાઈ બારડ        કોંગ્રેસ 

2007      જોટવા રાજસીભાઈ    ભાજપ 

2012       જસાભાઈ બારડ        કોંગ્રેસ 

2017      વિમલ ચુડાસમા       કોંગ્રેસ 

બેઠક પર રોમાંચક જંગ જામશે: 
ચૂંટણી નજીક આવતાં જ ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. સોમનાથના મોટા-મોટા રાજકીય અને સામાજિક નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેની સાથે જ ભાજપ અને કોંગ્રેસ પણ આ સીટ પર જીતવા માટે પ્રયાસ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news