'હું અધ્યક્ષ રહું કે ન રહું વિધાનસભાની 182, લોકસભાની ફરી 26 સીટ જીતવાની છે': સી.આર પાટીલ
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું મોટું નિવેદન કહ્યું- હું અધ્યક્ષ રહું કે ન રહું 182 સીટ જીતવાની છે. સુરતમાં મનપાના પદાધિકારીઓના સન્માન કાર્યક્રમમાં હુંકાર કર્યો.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સમસ્ત ઉત્તરભારતી સમાજ દ્વારા મનપાના નવનિયુક્ત પદ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 સીટો જીતવાની સાથે ભારતમાં 400 સીટ જીતશે તેઓ દાવો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યો છે.
હાલમાં સુરત મહાનગરપાલિકાના અઢી વર્ષના થયા બાદ મેયર સહિત વિવિધ વિભાગોના નવા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સમસ્ત ઉત્તરભારતી સમાજ દ્વારા મનપાના નવનિયુક્ત પદ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતી.
સી આર પાટીલે કાર્યક્રમમાં કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે જણાવ્યું હતું કે ભાજપના 93 અને નવા આવેલ 5 નગર સેવકોને આપણે ચૂંટયા છે.અમે નો રિપીટેશન નો કાયદો બનાવ્યો.કાર્યકર્તા ખુશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે યુવાનો, મહિલાઓને મોકો આપવો જોઈએ. અમે બધાને મોકો આપી દીધો.તમારો મોકો નહીં લાગ્યો તો તમારી પત્નીનો મોકો લાગી જશે. મોદીએ કમાલ કરી બધાનો અવાજ બંધ કરી દીધો. કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું કોઈ મહિલાને મોકો નહીં આપ્યો. વડાપ્રધાન મોદીએ દેશની પહેલી આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવી મોકો આપ્યો છે.
હાલમાં જ મહિલા આરક્ષણ બિલને લઈને વધુમાં જણાવ્યું હતું કે હાઉસમાં 156 લોકો હતા તે પૈકી 154 લોકોએ મહિલા બિલના પક્ષ માં વોટ કર્યું. સોનિયા ગાંધીને આપણે સાંભળ્યા હતા, તે બીલના પક્ષમાં ન હતા. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે બીલના પક્ષમાં આવ્યા છે. G20 ગઈ પહેલા પણ કાર્યક્રમ થતા પણ એની કોઈ ચર્ચા નહીં થતી. કોંગ્રેસએ મંદિર ઢાંકી દીધા હતા, પણ મોદીએ બધા મંદિરોને લાઈટિંગ કરી દીધા. વિદેશ આવેલા બધા જોતા રહી ગયા.
અયોધ્યાનું મંદિર 2024 માં બની જશે.જાન્યુઆરી મહિનામાં અયોધ્યા બધાને જવાનું છે. ભાજપ જે કહે છે એ કરે છે મોદી છે એ મુનકીન છે. તમે લોકોએ વિધાનસભામાં 156 સીટો જીતાવી હતી. હવે હું અધ્યક્ષ રહું કે ન રહું 182 સીટ જીતાવવાની છે. 2024માં લોક સભાની ચૂંટણી છે. ગુજરાતમાં 26 સીટ વધુ લિટ થી જીતાડવાની છે. કાર્યક્રમના અંતમાં સી આર પાટીલે નવા સૂત્ર સાથે લોકોને અપીલ કરી હતી કે અબકી બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે