ગુજરાત ભાજપના આ બે નેતાઓનું કદ વધ્યું, મિશન 2019 માટે સોંપી ખાસ જવાબદારી

રાજકારણમાં કંઇપણ કાયામી હોતું નથી, ના તો દોસ્તી કે ના દુશ્મની...નાતો પદ ના તો હોદ્દો. ક્યારેક નેતાઓ ખૂણે ધકેલાઇ જતા હોય છે તો કયારેક તપતો સૂરજ હોય છે. ગુજરાત ભાજપના એ બે નેતાઓની જેમનું કદ ધીમે ધીમે એક વધી રહ્યુ છે. આ બે નેતાઓને 2019 માટે ખાસ જવાબદારીઓ પણ સોંપાઇ છે.

ગુજરાત ભાજપના આ બે નેતાઓનું કદ વધ્યું, મિશન 2019 માટે સોંપી ખાસ જવાબદારી

કિંજલ મિશ્રા/ અમદાવાદ: રાજકારણમાં કંઇપણ કાયામી હોતું નથી, ના તો દોસ્તી કે ના દુશ્મની...નાતો પદ ના તો હોદ્દો. ક્યારેક નેતાઓ ખૂણે ધકેલાઇ જતા હોય છે તો કયારેક તપતો સૂરજ હોય છે. ગુજરાત ભાજપના એ બે નેતાઓની જેમનું કદ ધીમે ધીમે એક વધી રહ્યુ છે. આ બે નેતાઓને 2019 માટે ખાસ જવાબદારીઓ પણ સોંપાઇ છે.

છેલ્લા કેટલાય સમયથી સરકારમા મંત્રીમંડળ વિસ્તરણ તથા સંગઠનના ફેરફારને લઇને ગણગણાટ સંભળાઇ રહ્યો છે જો કે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલમાં કોઇ ફેરફારના અણસાર નથી. પરંતુ ગુજરાતની રાજનિતિ પર સીધી રીતે નજર રાખવાની જવાબદારી કેંદ્રીય નેતૃત્વ દ્વારા 2 નેતાઓને સોપાઇ  હોય એવુ લાગી રહ્યુ છે. જેના કારણે આ નેતાઓની રાજકારણમા અચાનક સક્રિયતા તો વધી જ છે સાથે જ ડેમેજ કંટ્રોલની ભૂમિકા પર નિભાઇ રહ્યા છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે કોણ છે આ 2 નેતાઓ? જેમને મિશન 2019ની જવાબદારી સોપાઇ છે. તમને જણાવી દઇએ કેંદ્રીય નેતૃત્વ દ્વારા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તથા કેનદ્રીય મંત્રી મનસુખ માંડવીયાને ખાસ જવાબદારી સોપવામાં આવી છે.

વાત જો ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાની કરવામાં આવે તો તેમનો દરજ્જો ભલે રાજ્ય કક્ષાનો હોય પરંતુ સરકારના તમામ મહત્વના નિર્ણયોમાં તેમનો પરામર્શ લેવામા આવી રહ્યો છે. સાથે જ ગુજરાતમાં ચાલી રહેલી વિવિધ રાજકીય અને સામાજિક ગતિવિધીઓ પર તેમની સીધી નજર છે. જળસંચય અંતર્ગત ખારીકટ કેનાલની સફાઇ હોય કે હાર્દીક પટેલ દ્વારા ગુજરાતમાં કરાઇ રહેલું પાટીદાર આંદોલન હોય તમામ પર સીધી નજર છે. મીડીયાથી માંડીને કેંદ્રીય નેતૃત્વ સુધી પ્રદીપ સિહ ડે ટુ ડે સંપર્કમાં છે. હાલમાં પ્રદીપ સિંહ અમિત શાહ માટે ટ્રબલ શુટરની ભૂમિકામાં આવી ગયા છે.

જેમ સરકારમાં પ્રદીપ સિંહનું કદ વધી રહ્યુ છે તેમ સંગઠનને મજબૂત કરવાની જવાબદારી મનસુખ માંડવીયાને સોપવામાં આવી છે. ભલે ભાજપ 2019 સુધી સંગઠનમાં કોઇ મહત્વના ફેરફાર ન કરે પરંતુ સંગઠનની ડામાડોળ સ્થિતિનો તાગ અમિત શાહે 2017 વિધાન સભાની ચૂંટણીમાં જ ભાપી લીઘો હતો. જેના કારણે કેંદ્રીય પ્રધાન મનસુખ માંડવીયાને જવાબદારી સોપાઇ છે. છેલ્લા 2 મહિનાથી મનસુખ માડવીયાની ગુજરાત મુલાકાતમાં ખૂબ વધારો થયો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર જ્યાં ભાજપે વિધાનસભામાં નુકસાન સહન કરવુ પડ્યુ છે.

સૌરાષ્ટ્રના પ્રવાસમાં સતત વધારો થયો છે ખેડૂતો સાથેની મુલાકાત તથા સંપર્ક અભિયાન મનસુખ માંડવીયાએ હાથ ધર્યા છે. સાથે જ જો તેમના સોશિયલ મીડીયા પર નજર કરીએ તો ટ્વિટર હોય કે ફેસબુક તેમાં ગુજરાતી ભાષામાં પોસ્ટનું પ્રમાણ સતત વધી ગયુ છે. જે સીધુ હાઇકમાન્ડ દ્વારા તેમને ગુજરાતને લઇને મહત્વની જવાબદારી સોપાઇ હોવાના સંકેત આપી રહી છે. પ્રદીપ સિહ જાડેજા અને મનસુખ માંડવીયાના વધતા કદને કેટલાક નેતાઓમાં પોતાની સાઇડટ્રેક થવાની ભિતિ પર વ્યાપી રહી છે. જો કે મિશન 2019 કેન્દ્રીય નેતૃત્વની ઇચ્છા પ્રમાણે પાર પડે તો બંને નેતાઓને સંગઠન અને સરકારમાં ખૂબ મહત્વનુ પદ મળે એમા પણ કોઇ મિનમેખ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news