mass promotion

જાહેર થયુ ધોરણ 12 સાયન્સનું પરિણામ

ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયુ છે. આજે સવારે 8 વાગ્યે પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. 

Jul 17, 2021, 08:23 AM IST

આવતીકાલે જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે. આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે. 

Jul 16, 2021, 03:53 PM IST

ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ

 • રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશનની માંગણી કરાઈ હતી. પણ તેને ફગાવવામા આવી હતી
 • આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે

Jul 15, 2021, 09:57 AM IST

‘અમને પણ માસ પ્રમોશન આપો’ ની માંગ સાથે અમદાવાદમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો

 • ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે 100 થી વધુ વિદ્યાર્થીઓ અને  વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા
 • વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળવું જોઈએ

Jul 10, 2021, 11:42 AM IST

12 Science ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પ્રવેશ માટે આવી હશે ગુણ પદ્ધતિ

માસ પ્રમોશન (Mass promotion) બાદ એન્જીનીયરીંગ (Engineering) અને ફાર્મસી (Pharmacy) માં પ્રવેશ (Admission) માટે ગુણભારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે.

Jul 8, 2021, 04:15 PM IST

રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહી? બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર

કોરોના કાળમાં ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા દરરોજ માંગણી થઈ રહી છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. 

Jul 6, 2021, 07:07 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 'માસ પ્રમોશન' અંગે સર્વે, જાણો વિદ્યાર્થીઓએ પ્રશ્નોના શું આપ્યા જવાબ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન ભવન દ્વારા માસ પ્રમોશનને લઈને વિદ્યાર્થીઓનો સર્વે (Students Survey) કર્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે

Jul 5, 2021, 12:18 PM IST

ધોરણ 10 નું પરિણામ : માસ પ્રમોશનને કારણે પહેલીવાર 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા

 • ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું
 • ધોરણ 10 ના પરિણામમાં આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો થયો
 • ગઈકાલે રાત્રે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકાયું હતું. જેને માત્ર શાળાઓ જ જોઈ શકે છે 

Jun 30, 2021, 08:53 AM IST

ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? મુખ્યમંત્રીએ આપ્યો આ જવાબ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બેશક ઓછી થઈ ગઈ હોય, પરંતુ ખતરો હજી ટળ્યો નથી. બાળકોના માથા પર હજી પણ ઘાત છે. આવામાં ગુજરાતમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય તો શરૂ થઈ ગયુ છે, પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે હજી જાહેરાત થઈ નથી. ત્યારે આ વિશે મુખ્યમંત્રીએ ગુજરાતમાં ફરી શિક્ષણ શરૂ કરવા અંગે નિવેદન આપ્યુ છે. 

Jun 27, 2021, 02:27 PM IST

એસપી યુનિવર્સીટીની ફી પરત નહિ કરતી શૈક્ષણિક સંસ્થાઓ સામે લાલઆંખ

શૈક્ષણિક ખર્ચાઓના ભારણ વિદ્યાર્થીઓના વાલીઓ માટે કોઇ સામાન્ય બાબત નથી હોતી, આવામાં મહામારીના લઇને કેટલાય પરિવારોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ છે, તેવામાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી અતંર્ગત આવતી દરેક કોલેજને તોમના દ્વારા ગત વર્ષે લેવાયેલી પરીક્ષા ફી દસ દિવસમાં પરત કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે અને જો આ પ્રમાણે ફી પરત નહી થાય યુનિવર્સીટી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. 

Jun 15, 2021, 02:05 PM IST

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કોરકમિટી બેઠક બાદ સરકારની મોટી જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે

Jun 8, 2021, 08:04 PM IST

ધોરણ 10 ના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આજથી શાળાઓ વેબસાઈટ પર માર્ક અપલોડ કરશે

ધોરણ 10 નુ પરિણામ તૈયાર કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ 10 ના પરિણામને લગતી મહત્વની કામગીરી હાથ ધરાશે. આજથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓના માર્કસ વેબસાઈટ પર અપલોડ કરી શકાશે. શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓના આચાર્યને ધોરણ 10 ના માર્કસ અપલોડ કરવા સૂચના આપી છે.

Jun 8, 2021, 09:52 AM IST

માસ પ્રમોશન બાદ ધોરણ-11 માં ક્યાંય વર્ગખંડ નહિ ખૂટે : શિક્ષણ બોર્ડના સેક્રેટરી

 • ગુણાંક બાબતે શાળાના આચાર્યોના પ્રશ્નો બાબતે ટ્રેનિંગ આપવામાં આવી છે. જોકે, હાલ સ્કૂલે ફી પરત કરવા બાબતે કોઈ નિર્ણય બોર્ડ દ્વારા નથી કરવામાં આવ્યો. જ્યારે ધોરણ 12 ની માર્કશીટ અંગે પણ હજુ કોઈ નિર્ણય નથી કર્યો

Jun 6, 2021, 07:35 AM IST

ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? જાણો શુ કહ્યું શિક્ષણમંત્રીએ...

 • રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહિ તેનો ફોડ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ના પાડ્યો
 • ભાજના ધારાસભ્ય ગોવિંદ પટેલે રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગણી કરી

Jun 5, 2021, 10:51 AM IST

લ્યો બોલો!!! ધોરણ 10ની માર્કશીટ વિના જ ધોરણ 11માં પ્રવેશની શરૂઆત, તંત્રએ નોટીસ પાઠવી માન્યો સંતોષ

(Gujarat) ની અનેક શાળાઓએ ધોરણ 10ની માર્કશીટ વગર જ ધોરણ 11માં વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ત્યારે જે શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાની કરી છે તેમને તંત્ર દ્વારા નોટીસ (Notice) પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે.

May 31, 2021, 11:25 AM IST

માસ પ્રમોશનનો મામલો ગૂંચવાયો, ધોરણ-10 ની માર્કશીટ વગર સ્કૂલોએ ધોરણ-11 માં એડમિશન આપવાનું શરૂ કર્યું

 • સરકારે પણ ધોરણ 11માં પ્રવેશ અને માર્કશીટ બાબતે જલ્દી સ્પષ્ટતા કરવી જોઈએ
 • આ વર્ષે બધા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી વાલીઓને પણ સારી સ્કૂલ મળશે કે કેમ તેનો ડર છે

May 27, 2021, 08:58 AM IST

સરકારે માસ પ્રમોશન તો આપી દીધું હવે વિદ્યાર્થીઓને ભણાવવા ક્યાં? યુદ્ધના ધોરણે તૈયારી

કોરોના મહામારીને કારણે ગુજરાત સરકારે શાળામાં ધોરણ 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેવામાં હવે નવા શૈક્ષણીક સત્રથી હાઇસ્કુલોમાં વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જેથી શિક્ષણ વિભાગે નવા સત્રથી શરૂ થતા વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી છે. શાળા કમિશ્નર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9,10,11 અને 12ના હયાત વર્ગોની સંખ્યા મંગાવાઇ છે. તો બીજી તરફ નવા વર્ગ વધારવા માટે 1 જુનથી 31 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરવા અંગે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. 

May 25, 2021, 03:42 PM IST

વડોદરા MS યુનિના વિદ્યાર્થીઓએ શાકભાજી વેચી કર્યો માસ પ્રમોશનનો વિરોધ

આજે શહેરના કાલાઘોડા સર્કલ (Kalaghoda Circle) ખાતે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

May 24, 2021, 01:38 PM IST

ગુજરાતમાં ધોરણ-12ની પરીક્ષા લેવાશે જ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ગુજરાતમાં બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (mass promotion) આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું શું તે સવાલ વાલીઓને થયો છે. આવામા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું કે, ધોરણ 12 ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થય અમારા માટે પહેલી પ્રાયોરિટી છે. 

May 16, 2021, 03:48 PM IST

Ahmedabad: ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ભાસ્કર પટેલે માર્કશીટ મામલે કહી આ વાત

ધોરણ 10 માં માસ પ્રમોશન (Mass Promotion) મેળવેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના (State School Administrators' Federation) પ્રમુખ ભાસ્કર પટેલ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી

May 15, 2021, 12:16 PM IST