gujarat cabinet

ગુજરાતની નવી કેબિનેટમાં સુરતનો દબદબો, એક કેબિનેટ અને ત્રણ લોકોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા

ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની નવી સરકારની રચના કરી લીધી છે. નવી સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ વધી ગયું છે. આમ આદમી પાર્ટી અને પાટીદારોને ધ્યાનમાં રાખતા સુરતમાંથી ચાર લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. 

Sep 16, 2021, 05:08 PM IST

હો હા કરતા નવા મંત્રીઓની શપથવિધિ તો થઈ ગઈ, પણ નવરા પડેલા આ નેતાઓ હવે શું કરશે?

ગુજરાત ભાજપ (gujarat bjp) માં નવી સરકારની શપથવિધિ (gujarat cabinet) એક ભવાઈ જેવી બની રહી. એક અઠવાડિયાથી ચાલી રહેલા નાટક પર આખરે આજે સસ્પેન્સ ઉઠ્યું છે. મુખ્યમંત્રી (Gujarat CM) સહિત કુલ 25 મંત્રીઓની આજે શપથવિધિ યોજાઈ હતી. નો રિપીટ થિયરી લાવીને ભાજપે ખુદ પોતાના ધારાસભ્યોને જ સરપ્રાઈઝ આપ્યું છે. રૂપાણી સરકારના એક પણ નેતાને સ્થાન આપવામાં આવ્યુ નથી. ત્યારે આ નેતાઓનું હવે શુ એ મૂંઝવતો પ્રશ્ન છે. આ નેતાઓનો ભાજપમાં શુ રોલ હશે.

Sep 16, 2021, 04:36 PM IST

Video: નીતિન પટેલને જોતા જ દિગ્ગજ નેતાઓ ઊભા થઈ ગયા, આ નેતાએ તો ખભે હાથ મૂકી આપ્યો આવકાર

પાટનગર ગાંધીનગર ખાતે આજે નવી સરકારના મંત્રીઓની શપથવિધિનો સમારોહ યોજાઈ ગયો. રાજભવનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ હશે. આજે 24 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. 

Sep 16, 2021, 02:57 PM IST

નવા મંત્રીમંડળમાં ‘આહીર’ ગાયબ : બે દિગ્ગજોને કાપ્યા બાદ ભાજપ માટે આહીર લોબીની નારાજગી વધશે

  • નો રિપિટી થિયરી આહિર સમાજને સૌથી વધુ નડી છે, બંને પ્રધાનો કપાયા પછી ભાજપમાં એકપણ આહિર ધારાસભ્ય નથી
  • સૌરાષ્ટ્રના 5 જિલ્લાની આશરે 12-14 બેઠકો પર આહિર વોટ બેંક નિર્ણાયક મનાય છે

Sep 16, 2021, 02:51 PM IST

ગુજરાતમાં સત્તાની બાગડોર સંભાળવા ‘ટીમ ભૂપેન્દ્ર’ તૈયાર, 25 નવા મંત્રીઓએ શપથ લીધા

રાજધાની ગાંધીનગરમાં હાલ ઉત્સવ જેવો માહોલ છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યાં છે. આ માટે રાજભવનમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. થોડી જ ક્ષણોમાં મંત્રીઓની શપથવિધિની શરૂઆત થશે. ગુજરાત સરકારના નવા મંત્રીઓ શપથ લેવા તૈયાર છે. 

Sep 16, 2021, 01:27 PM IST

રૂપાણી સરકારમાં દબદબો, નવી સરકારમાં પાણીચું... મંત્રી પદ હાથમાંથી જતા કુંવરજીએ શું કહ્યું...?

ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ (cabinet reshuffle) માં કુલ 27 મંત્રીઓ હશે. જેમાંથી અત્યાર સુધી 23 મંત્રીઓના નામની જાહેરાત થઈ ગઈ છે. આ નવી કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી હુકમનો એક્કો સાબિત થશે. પરંતુ આ વચ્ચે વિજય રૂપાણી કેબિનેટના તમામ મંત્રીઓ કપાઈ ગયા છે. જેમાં કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા (kunwarji bawaliya) પાસેથી પણ મંત્રી પદ છીનવાયુ છે. કોળી સમાજમાંથી ત્રણ નવા ચહેરાની પસંદગી કરાઈ છે. જેમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણાનો સમાવેશ કરાયો છે. 

Sep 16, 2021, 01:01 PM IST

દરેક જ્ઞાતિના લોકો રાજીના રેડ થઈ જાય તેવુ ભૂપેન્દ્ર પટેલનું કેબિનેટ, કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારાઓને આપેલો વાયદો ભાજપે પૂર્ણ કર્યો 

ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખતું ગુજરાતનું નવુ મંત્રીમંડળ જાહેર થયુ છે. નો રિપીટ થિયરી લાવીને ભાજપે એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતાર્યા છે. હાલ મંત્રીમંડળમાં દરેક જ્ઞાતિઓની માંગણી સંતોષાઈ છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 6 પાટીદાર મંત્રી, 8 OBC મંત્રીઓનો સમાવેશ કરાયો છે. તો SC/STના 5 મંત્રીઓ અને 3 સવર્ણ મંત્રીઓને સામેલ કરાયા છે. આમ, નવા મંત્રી મંડળમાં જ્ઞાતિનું બેલેન્સ સારી રીતે જાળવી રાખવામાં આવ્યુ છે તેવુ કહી શકાય. રાજેન્દ્ર ત્રિવેદી સાથે કુલ 23 મંત્રીના નામની અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ છે. 

Sep 16, 2021, 12:24 PM IST

ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખતું ગુજરાતનું નવુ મંત્રીમંડળ : એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ કેવુ હશે તે હવે સામે આવી ગયુ છે. 27 જેટલા મંત્રીઓ આજે શપથ લેશે, જેમાં 80 ટકા મંત્રીઓના નામ સામે આવી ગયા છે. નવી કેબિનેટના જે નામ સામે આવ્યા છે, તેના પરથી કહી શકાય કે, ઝોન-જ્ઞાતિ પરિબળનું સંતુલન રાખતું નવોદિત મંત્રીમંડળ છે. નવા મંત્રી મંડળમાં ગુજરાતના લગભગ દરેક ઝોનને આવરી લેવામા આવ્યા છે. સાથે જ આ નામોની પસંદગીમાં જ્ઞાતિઓના સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે. 

Sep 16, 2021, 11:45 AM IST

પાટીલના ‘ફેવરિટ’ નેતાઓને મળ્યું મંત્રી પદ, દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ

નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ પર ભાજપ અડીખમ રહ્યું છે. તો બીજી તરફ, સિનિયર મંત્રીઓની નારાજગીનો કોઈ ઉકેલ ન આવ્યો. આજે મંત્રીમંડળમાં જે જે ધારાસભ્યોના નામ સામેલ આવ્યા તેમાં તમામ નવા નામ છે. એક પણ નામ રિપીટ થયુ નથી. જે બતાવે છે, નારાજ ધારાસભ્યોએ કરેલા લોહીઉકાળા ક્યાંય કામ ન આવ્યા. તો બીજી તરફ, મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના નેતાઓને લોટરી લાગી છે. તેમાં પણ ખાસ કરીને સીઆર પાટીલની ગુડબુકમાં સ્થાન મેળવેલ નેતાઓને મંત્રી પદ મળ્યું છે. તો સાથે જ અનેક સિનિયર નેતાઓના પત્તા કપાયા છે. 

Sep 16, 2021, 11:16 AM IST

ગાંધીનગરમાં આજે નવા મંત્રીઓની શપથવિધિ, કોને સ્થાન મળશે અને કોનુ પત્તુ કપાશે તેના પર સૌની નજર

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના મંત્રીઓની આજે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રીમંડળ (GujaratCM) ની શપથવિધિ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.

Sep 15, 2021, 07:47 AM IST