સામે આવી મોટી હકિકત! વાવાઝોડા બાદ સ્થિતિ જાણવા બનાસકાંઠા પહોંચ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ, પછી...

આજે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતો, પશુપાલકો અને આમ જનતાને થયેલ નુકસાનને લઈને કોંગ્રેસ વાહરે પહોંચ્યું હતું.

સામે આવી મોટી હકિકત! વાવાઝોડા બાદ સ્થિતિ જાણવા બનાસકાંઠા પહોંચ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ, પછી...

અલકેશ રાવ/બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડા બાદ બનાસકાંઠામાં થયેલ નુકસાનની પરિસ્થિતિ જાણવા અસરગ્રસ્તોની મુલાકાતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસનું ડેલીગેશન પહોંચ્યું છે. કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પગલે આજે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતો, પશુપાલકો અને આમ જનતાને થયેલ નુકસાનને લઈને કોંગ્રેસ વાહરે પહોંચ્યું હતું.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા બાદ ઠેર ઠેર જગ્યાએ નુકસાન થયું હતું સૌથી વધારે બનાસકાંઠાના ધાનેરા, વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં ભારે પવનના કારણે અનેક લોકોના ઘરની છત,દીવાલ, પશુઓ અને પાક નુકસાની સહિત જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું. 

જોકે આજે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર,સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, તેમજ જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધાનેરાના જડિયા ભાટીબ અને વીંછીવાડી ગામની મુલાકાત લીધી હતી. લોકોને અને ખેડૂતોને વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિનો કોંગ્રેસે તાગ મેળવ્યો હતો અને સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

જોકે સેટેલાઈટ સર્વે કરવાની જગ્યાએ જમીની સર્વે કરવા જગદીશ ઠાકોરે સૂચન કર્યું હતું જોકે કુદરતી હોનારતને લઈને સરકાર યોગ્ય સર્વે કરી તમામ લોકોને યોગ્ય વળતર કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સૌથી વધારે ધાનેરાના જડિયા ભાટિબ વીંછીવાડી ચારડા સહિતના ગામોને પાણીના ધસમસ્તા પ્રવાહે તબાહી મચાવી. જોકે હજુ સુધી કેશ ડોલ કે યોગ્ય રીતે સર્વે ના થયાના ગ્રામજનોના આરોપ છે. તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ગ્રામજનોને સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસનું ડેલીગેશન જિલ્લાના વિવિધ નુકશાની વાળા વિસ્તારોમાં જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરીને નુકસાનીનો તાગ મેળવી સરકારને રજુઆત કરશે ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસનું ડેલીગેશન અસરગ્રસ્ત લોકોની કેટલી મદદ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news