Gujarat Congress : લોકસભા પહેલા કોંગ્રેસે આપ્યો એક મોટો સંકેત, શક્તિસિંહ ગોહિલ બન્યા નિમિત્ત
Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલ આજે પ્રદેશ કોંગ્રસ પ્રમુખનો આ કારણે ન સંભાળ્યો કાર્યભાર... કોંગ્રેસના નેતાઓને એકમંચ પર લાવી એકતાનો સંકેત આપ્યો
Trending Photos
Gujarat Congress : નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી પગપાળા રેલી યોજીને શક્તિસિંહે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તો સાથે જ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિત તમામ નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આમ, કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.
રાહુલ ગાંધીના જન્મ દિવસે કામગીરી શરૂ કરીશ
પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા પહેલા શક્તિસિંહ ગોહિલે પદયાત્રા યોજી હતી. ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા યોજી હતી. કોંગ્રેસના નેતાઓને એકમંચ પર લાવી એકતાનો સંકેત આપ્યો હતો. આજે પદયાત્રા યોજી, આવતી કાલથી પદભાર સંભાળીશ. રાહુલ ગાંધીના જન્મ દિવસે કામગીરી શરૂ કરીશ. પદયાત્રા શક્તિ પ્રદર્શન નહીં પણ પ્રેમનું દર્શન છે. કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને પણ આવકારું છું. કોંગ્રેસની વિચારધારા સાથે સૌ સાથે આગળ વધીશું. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મ એજન્ડા સાથે જઈશું.
શો-રુમમાંથી મોંઘીદાટ કારની ચોરી કરી ફરાર થયા તસ્કરો! જુઓ ચોરીના CCTV#Valsad #Car #Theft #CCTV #zee24kalakoriginalvideo pic.twitter.com/g4Sh5CKIjL
— Zee 24 Kalak (@Zee24Kalak) June 18, 2023
મારી સામે પક્ષને વધુ મજબૂત કરવાનો પડકાર છે
પદગ્રહણ કર્યા બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, લોકોને મુશ્કેલી ન પડે એ માટે આજે અમે રવિવારે રેલીનું આયોજન કર્યું હતું. હું આવતીકાલથી મારી કામગીરી શરૂ કરીશ. આવતીકાલે રાહુલગાંધી ૉનો જન્મદિવસ હોવાથી આવતીકાલે જગદીશ ઠાકોર પાસેથી ચાર્જ લીધો અને જગન્નાથજી મંદિરે દર્શને જઈશ. આજે મારું કોઈ શક્તિ પ્રદર્શન ન હતું, પણ ગુજરાતની પ્રજાનો પ્રેમ દર્શન હતો. મારી સામે પક્ષને મજબૂત કરવાનો પડકાર છે એવા સૌથી વધુ પ્રશ્નો કરાયા. ગાંધીજીના આશીર્વાદને માથે રાખી ગુજરાતની જનતાના ભરોસે આગળ વધીશ. મુઠ્ઠીભર લોકો માલામાલ ન થાય અને સર્વગ્રાહી સૌનો વિકાસ એ જરૂરી છે.
ત્રણ દીકરીઓને કુસ્તીમાં ચેમ્પિયન બનાવવા ચાની લારી ચલાવતા પિતાનો સંઘર્ષ....#FathersDay2023 #Gujarat #Video #zee24kalakoriginalvideo pic.twitter.com/sC66sYuiz8
— Zee 24 Kalak (@Zee24Kalak) June 18, 2023
ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો
શક્તસિંહ ગોહિલે કહ્યું કે, જ્યાં સૂચનો કરવાની જરૂર હોય ત્યાં સૂચન કરજો. ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો. તમામ નેતાઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી હોવા છતાં તેમ છતાં સૌએ પોતાની અનુકૂળતા કરી મને પ્રેમ આપ્યો એ માટે સૌનો આભાર. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મક એજન્ડા લઈને જઈશું. જે લોકો જુદા જુદા કારણોથી કોંગ્રેસ છોડીને ગયા છે, એ સૌને ખુલ્લા મને આવકારું છું. આપણો જ પક્ષ છે, એક વિચારધારાથી આગળ વધીશું. સમાજના જે લોકો કોંગ્રેસમાં આવવા ઇચ્છતા હોય એવા સૌને આવકારવા તૈયાર છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે