GUJARAT CORONA UPDATE: કોરોના સામે ગુજરાતમાં વધ્યો રિકવરી રેટ; નવા કેસમાં ઘટાડો, અમદાવાદમાં આજે સૌથી વધુ મોત

રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે

GUJARAT CORONA UPDATE: કોરોના સામે ગુજરાતમાં વધ્યો રિકવરી રેટ; નવા કેસમાં ઘટાડો, અમદાવાદમાં આજે સૌથી વધુ મોત

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,246 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 9,001 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 6,69,490 દર્દીઓ કોરોનાને માક આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 86.94 ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 92,617 એક્ટિવ દર્દી છે, જે પૈકી 742 લોકો વેન્ટિલેટર પર છે અને 91,875 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 6,69,490 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,340 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત વડોદરામાં 3, જૂનાગઢમાં 4, પંચમહાલમાં 1, આણંદમાં 3, રાજકોટમાં 3, અમરેલીમાં 2, સાબરકાંઠામાં 1, પોરબંદરમાં 1, કચ્છમાં 1, ખેડામાં 1, ભરૂચમાં 3, મહેસાણામાં 3, બનાસકાંઠામાં 3, સુરતમાં 2, જામનગરમાં 1, નર્મદામાં 1, દેવભૂમી દ્વારકામાં 1, ગાંધીનગરમાં 2, અરવલ્લીમાં 1, અમદાવાદમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 71 દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news