Gujarat Corona update: રાજ્યમાં 1136 નવા દર્દી, 1201 દર્દી સાજા થયા, 7ના મોત નિપજ્યાં
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1136 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1201 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,46,308 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 89.15 ટકા થઇ ચુક્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 814.20 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 55,85,445 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,43,688 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,43,432 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 256 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 88.15 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14143 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 72 છે. જ્યારે 14071 લોકો સ્ટેબલ છે. 1,46,308 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3670 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 2, અમદાવાદ 1, છોટાઉદેપુર 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1 અને સુરત કોર્પોરેશનનાં 1 દર્દી સહિત કુલ 08 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે