મહેસાણા: PSI અને 2 હેડ કોન્સ્ટેબલ સહિત 21 GRD જવાનોને સસ્પેન્ડ કરાયા

  ગુજરાતનું મહેસાણા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. મહેસાણાના એસપી દ્વારા કડી પોલીસ સ્ટેશનનાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં 1 પીએસઆઇ અને બે હેડ કોનસ્ટેબલોનો સમાવેશ થાય છે. PSI આર.આર પરમારને કડીમાં ચાલતા જુગારધામ વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા અને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઇ સહિત બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 

મહેસાણા: PSI અને 2 હેડ કોન્સ્ટેબલ સહિત 21 GRD જવાનોને સસ્પેન્ડ કરાયા

મહેસાણા :  ગુજરાતનું મહેસાણા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. મહેસાણાના એસપી દ્વારા કડી પોલીસ સ્ટેશનનાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં 1 પીએસઆઇ અને બે હેડ કોનસ્ટેબલોનો સમાવેશ થાય છે. PSI આર.આર પરમારને કડીમાં ચાલતા જુગારધામ વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા અને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઇ સહિત બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કડીમાં જાહેરમાં બેફામ જુગારધામ ધમધમતુ હોવાની રાવના પગલે LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જુગારીઓને પકડીને જુગારધામ બંધ કરાયું હતું. જો કે લાંબા સમયથી ચાલતા જુગારધામ પર પીએસઆઇ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે એસપી દ્વારા પીએસઆઇ અને એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જુગારધામમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલોનું મેળાપી પણું હોવાનું પણ સુત્રો ગણગણી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, LCB દ્વારા જુગારધામ પર પડાયેલા દરોડામાં તમામ આરોપીઓ રિઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જુગારધામ લાંબા સમયથી ચાલતું હોવા છતા પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કડી પોલીસ અગાઉ પણ ચર્ચામાં રહી ચુકી છે. લોકડાઉન દરમિયાન જપ્ત કરવામાં આવેલો દારૂ સગેવગે થઇ જતા ચકચાર મચી જવા પામી હતી. આ કૌભાંડની આંચ એસપી સુધી પહોંચી હતી. 

21 GRD જવાનોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા
21 જીઆરડી જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયતી નોકરી પર હાજર નહી હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. કોરોના કાળમાં જ્યારે સૌથી વધારે જરૂર છે ત્યારે આ તમામ પોતાની ફરજ પર હાજર નહોતા. જેના કારણે આખરે એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news