કોરોનાનો પ્રકોપ વધતા કેન્દ્રશાસિત પ્રદેશો થયા એલર્ટ, દીવ-દમણમાં ઓફલાઈન શિક્ષણ બંધ

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વરસી રહ્યો છે. કોરોનાના કેસ દિવસેને દિવસે નવો આંકડો વટાવી રહ્યા છે. આવામાં અનેક જિલ્લાના તંત્ર સાબદા થઈ ગયા છે. આવામાં ગુજરાતમા આવતા કેન્દ્રશાસિત પ્રદેશો પણ એલર્ટ થઈ ગયા છે. દીવ (Diu) અને દમણ (Daman) માં ઓફલાઈન શિક્ષણ (offline class) બંધ કરવામાં આવ્યુ છે. કલેક્ટર દ્વારા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયાની જાહેરાત કરાઈ છે. 

કોરોનાનો પ્રકોપ વધતા કેન્દ્રશાસિત પ્રદેશો થયા એલર્ટ, દીવ-દમણમાં ઓફલાઈન શિક્ષણ બંધ

નિલેશ જોશી/વાપી :ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વરસી રહ્યો છે. કોરોનાના કેસ દિવસેને દિવસે નવો આંકડો વટાવી રહ્યા છે. આવામાં અનેક જિલ્લાના તંત્ર સાબદા થઈ ગયા છે. આવામાં ગુજરાતમા આવતા કેન્દ્રશાસિત પ્રદેશો પણ એલર્ટ થઈ ગયા છે. દીવ (Diu) અને દમણ (Daman) માં ઓફલાઈન શિક્ષણ (offline class) બંધ કરવામાં આવ્યુ છે. કલેક્ટર દ્વારા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયાની જાહેરાત કરાઈ છે. 

દીવમાં પણ શિક્ષણ ક્ષેત્રે આકરા નિર્ણયો લેવામા આવ્યા છે. દીવમા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. શાળામાં હવેથી ઓનલાઈન શિક્ષણ ચાલશે. આ સાથે જ દીવમાં આવતા પ્રવાસીઓ પર પણ કેટલાક પ્રતિબંધ લગાવાયા છે. પ્રવાસીઓ માટે વેક્સીનના બંને ડોઝ ફરજિયાત બનાવાયા છે. સાથે જ તમામ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનુ રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. 

— ANI (@ANI) January 6, 2022

દમણમાં શાળાઓ બંધ
દમણ જીલ્લાની તમામ સરકારી- અર્ધ સરકારી - ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ આચાર્યઓને જણાવવાનું કે ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર COVID-19 ના કેસ વધવાના કારણે આજે 6 જાન્યુઆરી, ગુરુવારના રોજથી નવો આદેશ થાય નહિ ત્યાં સુધી ધોરણ 1 થી 8 ના ઓફલાઈન વર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેમજ ઓનલાઈન વર્ગો શરૂ કરાયા છે. દરેક વિદ્યાર્થીઓને આજ રોજ ફોન અથવા મેસેજ દ્વારા આજથી શાળા બંધ થવાની છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news