GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા કેસ નોંધાયા તેના કરતા બમણા સાજા થયા

રાજ્યમાં કોરોનાને કારણે સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 84.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કુલ 8210 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 14,483 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી 6,38,590 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. 
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા કેસ નોંધાયા તેના કરતા બમણા સાજા થયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને કારણે સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 84.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કુલ 8210 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 14,483 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી 6,38,590 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. 

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 104908 કુલ કેસ છે. જે પૈકી 797 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 104111 દર્દી સ્ટેબલ છે. 6,38,590 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 9121 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 82 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે ગુજરાતમાં રિકવરી રેટ સુધરવાની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિપરિત બન્યા બાદ હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રોજિંદી રીતે 14 હજારનાં બદલે હવે અડધા કોરોના કેસ આવી રહ્યા છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ બમણો થઇ ચુક્યો છે. જે ગુજરાત માટે રાહતનાં સમાચાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news