ફી વધારો

શિક્ષણ વિભાગના આદેશોને ઘોળીને પી ગઈ અમદાવાદની સ્કૂલો, 3 સ્કૂલોના વિવાદ સામે આવ્યા

  • અનન્ય વિદ્યાલય કલોલના પૂર્વ ધારાસભ્ય અતુલ પટેલની હોવાનું વાલીઓએ જણાવ્યું, જેના કારણે વાલીઓનું કોઈ સાંભળતું ના હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. 
  • અમદાવાદમાં આવેલી ઉદગમ અને ઝેબર સ્કૂલે શિક્ષકોના પગારમાં કાપ મૂક્યો છે. બંને સ્કૂલોએ 350 જેટલા શિક્ષકોનો 10 ટકા પગાર કાપની જાહેરાત કરી

Oct 21, 2020, 11:03 AM IST

ખાનગી કોલેજોની સ્પષ્ટતા, ફી વધારો નહિ કરીએ, પણ ફીમાં રાહત પણ નહિ આપી શકીશું

સ્કૂલ ફીમાં ગુજરાત સરકારે 25 ટકા રાહત જાહેર કર્યા બાદ હવે કોલેજ ફીમાં પણ રાહતનો મુદ્દો શિક્ષણમંત્રી માટે નવી ચેલેન્જ બની રહેવાનો છે

Oct 8, 2020, 11:59 AM IST

વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી, સ્કૂલ ફીમાં 10 ટકા જેટલો કરાયો વધારો

વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મહારાણી સ્કૂલ દ્વારા ફીમાં 10 ટકા જેટલો વધારો કરી દેવતા વાલીઓ રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન આપી શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

Sep 2, 2020, 08:46 PM IST

ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી

Aug 21, 2020, 03:29 PM IST

ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો

ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. 

Jul 25, 2020, 12:13 PM IST

હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ

ફી મામલે વાલીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઇકોર્ટે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. 

Jul 22, 2020, 02:25 PM IST

વાલીઓની લાચારી, બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ?

અમદાવાદના રાણીપમાં આવેલી કે.આર. રાવલ સ્કૂલના વાલીઓએ ફી મુદ્દે આજે સ્કૂલ બહાર વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ બહાર એકઠા થયા હતા. સ્કૂલ બંધ છે ત્યારે ફી માફ કરવા તેમજ ઓનલાઈન ભણતર બંધ કરવા વાલીઓએ માંગ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ ફી બાબતે વાલીઓને દબાણ કરતું હોવાનો વાલીઓનો આક્ષેપ ઉઠ્યો છે. વાલી મંડળના સભ્ય અને સ્કૂલના વાલીઓએ સ્કૂલ સંચાલકો સાથે ફી ઘટાડવા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવા કરી રજુઆત કરી છે. વાલીઓનો વિરોધ ઉઠ્યા બાદ સ્કૂલમાં એકથી વધુ ટ્રસ્ટી હોવાથી તમામ સાથે ચર્ચા કરીને જાણ કરવાની વાલીઓને અપાઈ બાંહેધરી અપાઈ છે. 

Jul 15, 2020, 10:58 AM IST

ફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી

કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા આ નિર્ણય કરાયો છે. કોરોનાને લઇ મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા દ્વારા આ ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણંયને વધાવ્યો છે. 

Jul 2, 2020, 02:09 PM IST

અમદાવાદ : ફી મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં, વિરોધ કરતા 25ની પોલીસે અટકાયત કરી

લોકડાઉનમાં વધારાયેલી સ્કૂલ ફી મામલે હવે રાજ્યભરના વાલીઓ અકળાયા છે. ગુજરાત વાલી એક્તા મંડળ સ્કૂલ ફી ઉઘરાવતી સ્કૂલ સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં સાયકલના માધ્યમથી શાળાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. આ તમામ વાલીઓ એક સત્રની ફી માફીની માગ કરી રહ્યું છે. નિકોલ પાસે આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળના કાર્યકર્તાઓ એકઠા થયા છે. જેને પગલે સ્કૂલ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. વિરોધ કરી રહેલા વાલીઓની અટકાયત કરવામાં આવી છે. નિકોલ પોલીસે વાલી મંડળના અધ્યક્ષ જયેશ પટેલ, Nsui ના નેતા નિખિલ સવાણી સહિત 25 થી વધુ વાલીઓની અટકાયત કરાઈ છે. 

Jun 30, 2020, 11:08 AM IST

કોલકાતામાં JNU વાળી: ફી વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી

JNU માં ફી વધારાના વિરોધમાં પ્રદર્શનનાં નામે દાદાગીરી ચાલુ કરી તે પ્રકારે કોલકાતાની કોલેજમાં પણ બનાવ બન્યો

Nov 20, 2019, 09:22 AM IST

JNU માં હોબાળો યથાવત, સંસદ સુધી માર્ચ કરશે વિદ્યાર્થીઓ: દિલ્હી પોલીસ એલર્ટ

જવાહર યુનિવર્સિટી (JNU)માં ફી વધારાને લઇને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શની કડીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે સંસદ સુધી પગપાળા માર્ચ કરશે. વિદ્યાર્થી સંઘની પ્રસ્તાવિત માર્ચ સવારે 10 વાગે શરૂ થશે. પ્રદર્શનકારીઓએ રોકવા માટે પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી છે,.

Nov 18, 2019, 07:46 AM IST

વિદ્યાર્થીઓના પ્રદર્શન સામે JNU તંત્રની પીછેહઠ, ફી વધારો ખેંચ્યો પાછો

વિદ્યાર્થી રાજકારણનો ગઢ માનવામાં આવતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં લાગુ કરવામાં આવેલા હોસ્ટલ ડ્રાફ્ટ મેન્યુઅલના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. આ હોસ્ટિલ ડ્રાફ્ટ મેન્યુઅલમાં હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓની અનેક સ્વતંત્રતાઓ પર પ્રતિબંધ લગાવાયો હતો. 

Nov 13, 2019, 05:48 PM IST

JNUમાં દીક્ષાંત સમારોહ દરમિયાન ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

હોસ્ટલ ફીના વધારા અને ડ્રેસ કોડના મુદ્દે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ માર્ચ કાઢી હતી. વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર વિરુદ્ધ જેએનયુ કેમ્પસની બહાર ઉગ્ર પ્રદર્શન પણ કર્યું હતું.

Nov 11, 2019, 04:53 PM IST
Students Protest Over The Issue Of Fee Hikes At JNU PT7M14S

JNUમાં ફી વધારા મુદ્દે સ્ટૂડન્ટ્સે કર્યો વિરોધ પ્રદર્શન

દિલ્લીમાં JNUના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા ફી સહિત અનેક મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Nov 11, 2019, 02:35 PM IST

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતી બાદ હવે ફીમાં પણ વધારો કર્યો

શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ પરીક્ષા પદ્ધતીમાં ફેરફાર અંગે જાહેરાત કરવામાં આવી હતી

Oct 17, 2019, 07:39 PM IST
Metas Adventist School Increase School Fees PT2M59S

સુરત: સ્કૂલ ફી વધારા મુદ્દે વિરોધ, વાલીઓએ મચાવ્યો હોબાળો

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી મેટાસ એડવેન્ટ્સ શાળા ખાતે ફી વધારાના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે ફીમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બાવીસ હજારની સીધી ચાલીસ હજાર સુધીનો ફી વધારો કરી દેવાયો આવ્યો છે. વાલીઓ દ્વારા શાળાને રજૂઆત કરવા છતાં શાળાના સંચાલકો ટસનામસ થઇ રહ્યા નથી. વાલીઓ હાથમાં પોસ્ટર લઇને રજૂઆત કરવા માટે શાળાએ પહોચ્યા હતા.

Jun 18, 2019, 11:20 AM IST

અમદાવાદની ફેમસ સ્કૂલની મનમાની, ફી ઘટાડવાને બદલે 4000 રૂપિયા વધારી દીધી

 વાલીઓના હિતમાં ફી નિર્ધારણ કાયદાની રચના તો કરવામાં આવી પણ ક્યાંકને ક્યાંક ખાનગી શાળાઓ પર જાણે કે FRCના ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની ઉદગમ સ્કુલમાં ફી ઘટાડવા બદલે ચાર હજાર સુધીનો વધારો નવા વર્ષમાં કરવામાં આવ્યો છે. FRCના ફાઈનલ ફીના ઓર્ડરમાં દર્શાવાયુ છે કે, ઉદગમ સ્કુલ દ્વારા વર્ષ 2017-18માં ધોરણ-1ની ફી રૂપિયા 75,865 વસુલવામાં આવી હતી. જેની વર્ષ 2018-19ની ફી 79,658 મંજૂર કરવામાં આવી છે.

Dec 22, 2018, 11:25 AM IST