Gujarat Election 2022: અલ્પેશ કથીરિયાએ કર્યો જીતનો દાવો, 'મારી જીત નક્કી છે, જો હાર્યો તો કાકાને ખભા પર બેસાડીશ'
Gujarat Election 2022: સુરતની વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાએ આજે જીતનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, સવા લાખમાંથી 75 હજાર મત મને મળ્યા. મારી જીત નક્કી છે, પરંતુ જો હું હાર્યો તો કાકા કાનાણીને ખભા પર બેસાડીશ.
Trending Photos
Gujarat Election 2022, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે. તેના પહેલા રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની જીતના મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે. આ વખતે સુરતની વરાછા બેઠક પર ભાજપમાંથી કિશોર કાનાણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરિયા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ત્યારે પરિણામ પહેલા અલ્પેશ કથિરીયાએ એક નિવેદન આપ્યું છે. સુરતની વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાએજીતનો દાવો કરીને કહ્યું છે કે, મારી જીત નક્કી છે, જો હાર્યો તો કાકાને ખભા પર બેસાડીશ.
સુરતની વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાએ આજે જીતનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, સવા લાખમાંથી 75 હજાર મત મને મળ્યા. મારી જીત નક્કી છે, પરંતુ જો હું હાર્યો તો કાકા કાનાણીને ખભા પર બેસાડીશ. દરેક પક્ષ જીતનો દાવો કરતા હોય છે. ત્યારે અલ્પેશ કથિરીયાએ વધુમાં કહ્યું કે, હું જીતીશ તો મેડિકલ કોલેજ પહેલા બંધાવીસ. લેખિતમાં પ્રશ્નો મેળવી નિરાકરણ લાવીશ.
તમને જણાવી દઈએ કે મતદાન પહેલા પણ અલ્પેશ કથિરીયાએ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે. કાકા અને વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરુ છે. જો તમે જીતશો તે હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ.
ઉલ્લેખનીય છે કે, સુરતની વરાછા વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી કુમાર કાનાણી, આમ આદમી તરફથી અલ્પેશ કથીરિયા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયા ઉમેદવાર છે. વર્ષ 2012 અને 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વરાછાથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી જીતી ગયા હતા. વરાછા બેઠક પર આ વખતે વરાછા રોડમાં 56.38 ટકા મતદાન થયું હતું. આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને મેદાને ઉતારતા બેઠક ખુબ ચર્ચાસ્પદ બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે