દીકરાની જેમ વ્હાલી ટ્રક જૂની થતા RTO માં સોંપી, પણ ટ્રકના નંબર પરથી ઘરનું નામ રાખી દીધું

Rajkot News : સ્ક્રેપેજ પોલિસી અંતર્ગત રાજકોટિયને 35 વર્ષ જૂની ટ્રક RTOમાં જમા કરાવી, પણ ઘરનું નામ ટ્રકના નંબર પરથી રાખી દીધું

દીકરાની જેમ વ્હાલી ટ્રક જૂની થતા RTO માં સોંપી, પણ ટ્રકના નંબર પરથી ઘરનું નામ રાખી દીધું

Rajkot News રાજકોટ : જૂની વસ્તુઓ હંમેશા યાદગાર હોય છે. તેથી જ લોકો તેને જીવની જેમ સાચવી રાખે છે. ત્યારે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે. જેમાં રાજકોટના રાજેશભાઈ મૈયડે પોતાના જીવથી પ્યારી ટ્રક આરટીઓમાં મોકલવી પડી હતી. પરંતુ ટ્રક પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો હતો કે તેઓએ ટ્રકના નંબરથી ઘરનું નામ રાખી દીધું. રાજેશભાઈએ પોતાની ટ્રકના નંબર પરથી પોતાના ઘરનું નામ GQY 4618 રાખ્યું છે. 

રાજકોટના રહેવાસી રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડ પાસે 35 વર્ષોથી એક ટ્રક હતી. આ મોડલ 1988 નું હતું. પરંતું હવે તેમની ટ્રક બહુ જ જૂની થઈ ગઈ હતી. તો બીજી તરફ, સરકારની સ્ક્રેપ પોલિસીના નિયમ મુજબ તેમની ટ્રક બહુ જ જૂની થઈ ગઈ હતી. આવામાં રાજેશભાઈએ વિચાર કર્યો કે, આ તેઓ પોતાની ટ્રક આરટીઓમાં જમા કરાવી દેશે.  15 વર્ષ જૂની ગાડી બીજા લોકોને નુકસાન કરે. જેથી લોકોને નુકસાન ન પહોંચે એ માટે મેં RTOમાં ગાડી જમા કરાવી છે.

રાજેશભાઈએ 35 વર્ષ આ ટ્રક થકી વ્યવસાય કર્યો હતો. તેથી તે તેમના માટે જીવની જેમ વ્હાલી હતી. આ ગાડીએ તેમની કમાણી કરાવી, તેમના પરિવારની પ્રગતિ કરાવી. આ ટ્રકે તેમને ક્યારેય હેરાન ન કરી. તેથી તેઓએ ભારે હૃદયે આરટીઓને પોતાની વ્હાલી ટ્રક સોંપી હતી.

rajkot_truck_zee.jpg

પરંતું પોતાની ટ્રકની યાદગીરી પોતાની પાસે રહે તે માટે તેઓએ પોતાના ઘરનું નામ બદલીને ટ્રકનો નંબર કરી દીધો. રાજેશભાઈના ઘરનું નામ વૃંદાવન હતું. જેને બદલીને તેઓએ GQY 4618 કરી દીધું છે. આમ, હાલ રાજેશભાઈ સોશિયલ મીડિયા પર તથા પોતાના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓએ મોટા અક્ષરથી ઘરનું નામ GQY 4618 કર્યું છે. લોકો જેમ પોતાના સંતાનોને યાદગીરીના નામ આપે, તેમ તેઓએ ઘરને ટ્રકનો નંબર આપ્યો છે. 

રાજેશભાઈએ ભારે હૈયે પોતાની ટ્રક આરટીઓને સોંપી હતી. તેઓ કહે છે કે, ગાડી નથી રહી અમારી પાસે એટલે અમને દુ:ખ છે, પણ અમે સરકારના નિયમને ફોલો કરીને આ બધું કર્યું છે એવું તેમણે જણાવ્યું હતું.
 

Trending news