Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસનો મોટો દાવો! પહેલાં તબક્કામાં 89માંથી 55 બેઠકો જીતશે, CM બનાવવાની ફોર્મ્યુલા તૈયાર

Gujarat Election 2022: આલોક શર્માએ એવું પણ કહ્યું કે ભાજપના બળવાખોર કાર્યકરોએ કોંગ્રેસના મત આપ્યા છે. પ્રધાનમંત્રી મોદીના રોડ શો પર સવાલ ઉઠાવતા આલોક શર્માએ કહ્યું કે, ભાજપ હારી રહી હોવાથી નરેન્દ્ર મોદીએ સભા અને રોડ શો કરવા પડી રહ્યા છે.

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસનો મોટો દાવો! પહેલાં તબક્કામાં 89માંથી 55 બેઠકો જીતશે, CM બનાવવાની ફોર્મ્યુલા તૈયાર

Gujarat Election 2022: પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી 55 બેઠકો કોંગ્રેસના મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની હવા ચાલી રહી છે. પહેલા તબક્કામાં અમને 55 બેઠકો મળશે. જ્યારે રાજકોટમાં ચાર બેઠકો મળશે. 

આલોક શર્માએ એવું પણ કહ્યું કે, ભાજપના બળવાખોર કાર્યકરોએ કોંગ્રેસના મત આપ્યા છે. પ્રધાનમંત્રી મોદીના રોડ શો પર સવાલ ઉઠાવતા આલોક શર્માએ કહ્યું કે, ભાજપ હારી રહી હોવાથી નરેન્દ્ર મોદીએ સભા અને રોડ શો કરવા પડી રહ્યા છે. સાથે જ આલોક શર્માએ દાવો કર્યો કે કોંગ્રેસના મુખ્યમંત્રી બની રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની સરકાર બની તો ઓબીસી ચહેરો મુખ્યમંત્રી બની શકે છે. સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે, કોંગ્રેસની સરાકર બની તો ત્રણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે. એસસી, એસટી અને લઘુમતિ સમાજમાંથી નાયબ મુખ્યમંત્રી બની શકે છે. 

અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠકમાં નિર્ણય લેવાયો છે. જો કે, અશોક ગેહલોતે કહ્યું કે, હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. અમે સૌ કોઈને સાથે લઈને ચાલવા માંગીએ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અરવલ્લીના ભિલોડામાં જાહેરસભાને સંબોધન કર્યું. જેમાં તેમણે દાવો કર્યો કે, ભાજપની સરકાર એસ/એસટી સામેના ગુનામાં વધારો થયો છે. સાથે જ કોંગ્રેસ કે અન્ય પક્ષ છોડીને ભાજપમાં જતા લોકો પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, લાગે છે કે ભાજપ પાસે કોઈ મોટું વોશિંગ મશિન છે. જેમાં અન્ય પાર્ટીના દાગી લોકો જઈને સ્વચ્છ છબીના બની જાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે 63.14 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા થયું. નવસારી, તાપીમાં પણ 70 ટકા કરતા વધારે મતદાન થયું. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા થયું. કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં 60 ટકા કરતા ઓછું મતદાન થયું છે. 2017 કરતા આ વખતે ઓછું મતદાન થયું છે. 2017માં  સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા દક્ષિણ ગુજરાતની બેઠકો પર વધારે મતદાન જોવા મળ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news