Gujarat Election 2022: આ નવી પેઢીના લોકોએ અમદાવાદ-સુરતના બ્લાસ્ટ જોયા નથી, આતંકવાદીઓથી ચેતજોઃ PM મોદી
Gujarat Assembly Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં મોટો રોડ શો કર્યાં બાદ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પીએમ મોદીએ આતંકવાદથી લઈને સુરત તથા ગુજરાતના વિકાસ સહિત અનેક મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે દરેક રેકોર્ડ તોડવાના છે.
Trending Photos
સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચૂંટણી સભાને સંબોધવા માટે સુરત પહોંચ્યા હતા. પીએમ મોદીએ એરપોર્ટથી મોટા વરાછા રોડ સુધી 30 કિલોમીટર જેટલો લાંબો રોડશો કર્યો હતો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બંને તરફ લોકો મોદી-મોદીના નારા લગાવતા હતા. પીએમ મોદીએ પણ કારમાંથી બહાર આવી લોકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીએ પોતાની સભામાં આતંકવાદથી લઈને સુરતના વિકાસ સુધીની અનેક વાતો કરી હતી.
આતંકવાદ પર બોલ્યા પ્રધાનમંત્રી મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, આજની નવી પેઢીના યુવાનોએ અમદાવાદ-સુરતના બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. કેટલાક લોકો બાટલા હાઉસ બ્લાસ્ટને આતંકવાદ ગણતા નહોતા. આ લોકોથી ચેતવાની જરૂર છે, જે આતંકવાદનું સમર્થન કરે છે. આજે તમારી સાથે વાત કરતા મને 14 વર્ષ પહેલા મુંબઈ પર થયેલા આતંકી હુમલાની વાત યાદ આવી રહી છે. આ સૌથી મોટો હુમલો હતો. આ હુમલા બાદ આતંકીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ, હિન્દુઓ પર આતંકનું લેબલ લગાવવાનું કાર્ય કરી રહી હતી. વોટબેંકની રાજનીતિ કરતા આવા લોકોને ગુજરાતથી દૂર રાખવાના છે. આજે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર આતંકવાદને કચળવા માટે લાગેલી છે. દેશના વિકાસ માટે શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવા માટે ભાજપ સરકાર મજબૂતીથી કામ કરી રહી છે.
સુરતના કર્યા વખાણ
પ્રધાનમંત્રી મોદીએ ભાષણની શરૂઆતમાં સુરતીઓના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આજે કોઈ રોડશોનું આયોજન નહોતું. તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે કહ્યું કે, આવો જનસાગર ક્યારેય જોયો નથી. હું ચૂંટણી પ્રચાર માટે નહીં તમને મળવા માટે આવ્યો છું. મને વિશ્વાસ છે કે આ વખતે ચૂંટણીમાં દરેક રેકોર્ડ તૂટી જવાના છે. ગુજરાત આ વખતે દરેક વિક્રમ તોડી નાખવાનું છે.
સુરતીઓ દ્વારા ચાલતા સેવા કાર્યોનો કર્યો ઉલ્લેખ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા હું ભાવનગરમાં 500 દીકરીઓના સમૂહ લગ્નમાં ગયો હતો. આ એવી દીકરીઓના લગ્ન હતા, જેણે પોતાના પિતા ગુમાવી દીધા છે. આ લગ્નમાં પણ સુરતની સુવાસ દેખાતી હતી. ડાંગના જંગલમાં પણ સુરતની છાપ જોવા મળે છે. આધુનિક હોસ્પિટલ હોય કે રક્તદાન સુરતની સુવાસ દરેક જગ્યાએ જોવા મળે છે. સુરતના સમાજે સેવા કાર્યો માટે અનોખી પહેલ કરી છે.
સુરતના વિકાસ પર બોલ્યા પ્રધાનમંત્રી
દુનિયામાં આપણી અર્થવ્યવસ્થા 5માં નંબરે પહોંચી છે. સુરતીઓ હીરામાં અને લેબગ્રોનમાં ધમાલ મચાવી રહ્યાં છે. ટેક્સટાઈલ સેક્ટર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ બની ગયું છે. 20 વર્ષમાંગુજરાતમાં 16 લાખ કરોડનું મેન્યુફેક્ચરીંગ થાય છે.સાયકલ નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બનશે. 7 લાખ લૂમ્સ આજે થઈ ગયા છે.ડાયમંડનો વિસ્તાર થઈ રહ્યો છે.ડ્રિમ સિટી પ્રોજેક્ટ, સુરત ડાયમંડનું હબ બની ગયુ છે.સુરક્ષામાં આંતરિક અને બાહ્ય મહત્વની છે. ગુજરાત અને સુરતના લોકો વેપારીઓની સુરક્ષાનો મુદ્દો છે.
અમારી સરકારે ગરીબોની ચિંતા કરી
પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં ગરીબોને સશક્ત કરવા જરૂરી છે. આઠ વર્ષમાં 40 કરોડ ગરીબોના બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. કોરોના કાળમાં કરોડો લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવ્યું હતું. દેશમાં દરેકને ફ્રી વેક્સીન આપવામાં આવી. તેમણે કહ્યું કે, ગરીબોને અનાજ આપવા માટે 3 લાખ કરોડ રૂપિયાનું ફ્રી અનાજ આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ લાખો લોકોને ફ્રી અનાજ મળ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, હવે સરકારે ગુજરાતીમાં મેડિકલ શિક્ષણ શરૂ કરાવ્યું છે. આજે જે દ્રશ્ય જોવા મળ્યું તે અદ્ભુત છે. સુરત સશક્ત છે એટલું ગુજરાત બને તે મારી એક અપેક્ષા છે કે ગુજરાત પણ વિકસિત બને. તેમણે કહ્યું કે ભાજપના સંકલ્પ પત્રમાં ગુજરાતના વિકાસનો રોડમેપ છે. તેમણે કહ્યું કે, જૂના બધા રેકોર્ડ આ વખતે તોડવાના છે. આ ચૂંટણીમાં આખા દક્ષિણ ગુજરાતમાં ભાજપ જીતશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે