ચૂંટણી આવતા જ નેતાઓના સૂર બદલાયા, કયા નેતા છે કેસરિયા કરવાના મૂડમાં?

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં પહેલીવાર ત્રણ પક્ષ એક્ટિવ થયા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પક્ષપલટાનો ખેલ ચાલી રહ્યો છે. આવામા ભાજપ અને કોંગ્રેસમાં મોટા રાજકીય ફેરફારના એંધાણ સર્જાઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતા કેસરિયા કરવાના મૂડમાં જોવા મળ્યાં છે. કારણ કે, કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપના ગુનગાન ગાવા લાગ્યા છે. જેમાં સૌથી આગળ નામ હાર્દિક પટેલનું છે. એક તરફ હાર્દિક પટેલ પક્ષથી નારાજ છે, તો બીજી તરફ તેમણે ભાજપાના ગુન ગાતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ સર્જાઈ શકે છે. 
ચૂંટણી આવતા જ નેતાઓના સૂર બદલાયા, કયા નેતા છે કેસરિયા કરવાના મૂડમાં?

ઝી મીડિયા/બ્યૂરો :વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં પહેલીવાર ત્રણ પક્ષ એક્ટિવ થયા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પક્ષપલટાનો ખેલ ચાલી રહ્યો છે. આવામા ભાજપ અને કોંગ્રેસમાં મોટા રાજકીય ફેરફારના એંધાણ સર્જાઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતા કેસરિયા કરવાના મૂડમાં જોવા મળ્યાં છે. કારણ કે, કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપના ગુનગાન ગાવા લાગ્યા છે. જેમાં સૌથી આગળ નામ હાર્દિક પટેલનું છે. એક તરફ હાર્દિક પટેલ પક્ષથી નારાજ છે, તો બીજી તરફ તેમણે ભાજપાના ગુન ગાતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ સર્જાઈ શકે છે. 

હાર્દિક પટેલ અને લલિત વસોયાના ભાજપ તરફી બોલ ભારે ચર્ચા જગાવી રહ્યાં છે. બંને કોંગ્રેસી નેતા ભાજપના વખાણ કરી ચૂક્યા છે. તો બીજી તરફ, નરેશ પટેલના રાજકારણમા એન્ટ્રીની રાહ જોવાઈ રહી છે. ત્યારે એકવાર જો નરેશ પટેલની રાજકીય એન્ટ્રી થશે, તો સમીકરણો ધરમૂળથી બદલાઈ જશે. નારાજગી અને તડ-જોડની રાજનીતિથી ઉથલપાથલના એંધાણ સર્જાઈ શકે છે. 

કોંગ્રેસી નેતાઓના નારાજગીના દોર વચ્ચે પરેશ ધાનાણીએ પણ દિલ્હીની વાટ પકડી છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા હોવાનું જાણવા મળ્યુ છે. હાર્દિકની નારાજગી વચ્ચે પાટીદાર નેતા પરેશ ધાનાણીની સોનિયા ગાંધી સાથેની મુલાકાત સૂચક બની રહી છે. નરેશ પટેલ ના કોંગ્રેસ આગમનની તૈયારીઓ વચ્ચે ધાનાણીની દિલ્હી મુલાકાત મહત્વની ગણાઈ રહી છે. 

જોકે, હાલ નરેશન પટેલ પણ દિલ્હીમાં છે. નરેશ પટેલ દિલ્હીથી આજે સાંજ સુધીમાં રાજકોટ પહોંચશે. આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારે 29 એપ્રિલ પછી નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ શકે છે. આજે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક બાદ નરેશ પટેલ નિર્ણય લેશે અને ખોડલધામ સમિતિનો સર્વે પૂર્ણ થયા બાદ જાહેરાત કરે તેવી શક્યતા છે. કહેવાય છે કે, નરેશ પટેલની છે ઈચ્છા છે કે રાહુલ ગાંધી તેમને કોંગ્રેસમાં આવકારે. જો કે હાલ રાહુલ ગાંધી વિદેશમાં છે એટલે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા પર વિલંબ થઈ રહ્યો છે. આમ, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે નરેશ પટેલ ફાઈનલ બેઠક કરશે અને આજની બેઠક બાદ હવે કોંગ્રેસમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં નરેશ પટેલ જાહેરાત કરશે. નોંધનીય છે કે પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જાડાવાના છે અને ટૂંક સમયમાં પ્રશાંત કિશોર અને નરેશ પટેલ હવે કોંગ્રેસનો હાથ પકડશે.

આ વચ્ચે નરેશ પટેલ અને હાર્દિક પટેલ મુદ્દે PAAS નેતા અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. કથીરિયાએ કહ્યુ કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો અમે તેમને સાથ આપીશું. હાલ કોઈ પક્ષ સાથે હું જોડાવાનો નથી. પાટીદારોના પ્રશ્ન નહીં ઉકેલાય તો વિપક્ષને લાભ થશે. તો સાથે જ હાર્દિકની કોંગ્રેસથી નારાજગી મુદ્દે અલ્પેશ કથીરિયાએ કહ્યુ કે, હાર્દિક ભાજપમાં જોડાય તો અમે ત્યારે સ્ટેન્ડ નક્કી કરીશું.

હાર્દિકે કર્યા ભાજપના વખાણ
વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ તમામ વાતો વચ્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના તેવર બદલાયેલા જોવા મળી રહ્યા છે. હાર્દિકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે વિકલ્પ હંમેશા હોય જ છે અને મારે ભવિષ્ય પણ જોવાનું છે. હાર્દિકે ભાજપ નેતૃત્વના નિર્ણય લેવાની ક્ષમતાની ભરપૂર પ્રશંસા કરી છે. તેણે એવું પણ કહ્યું કે, ભાજપે કાશ્મીરમાંથી 370 હટાવી અને રામ મંદિર બનાવી રહ્યા છે. આ પગલું સરાહનીય છે અને સારા કામને હંમેશાં બિરદાવવું જોઈએ.

આ પણ વાંચો :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news