કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી આજે થઈ શકે છે જાહેર! રવિરાજ ગઢવી પર સૌની નજર, જાણો કોણ છે?

Gujarat Election: રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. જેમાં પાલનપુર બેઠક પર રવિરાજ ગઢવીને ટિકીટ મળી શકે છે. રવિરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી બી.કે.ગઢવીના પૌત્ર છે.

કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી આજે થઈ શકે છે જાહેર! રવિરાજ ગઢવી પર સૌની નજર, જાણો કોણ છે?

Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણીનો રંગ દિવસેને દિવસે ઘેરાતો જાય છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકારણના રંગ દેખાઈ રહ્યાં છે. દરેક પાર્ટીમાં રોજ ઉથલપાથલ સર્જાઈ રહી છે. રાજકારણમાં સામ દામ દંડ ભેદ બધુ જ ચાલે છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, હવે સમાચાર મળી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ કોંગ્રેસ જાહેર કરી ચૂકી છે. 

રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. જેમાં પાલનપુર બેઠક પર રવિરાજ ગઢવીને ટિકીટ મળી શકે છે. રવિરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી બી.કે.ગઢવીના પૌત્ર છે. એટલું જ નહીં, રવિરાજ ગઢવી પૂર્વ સાંસદ મુકેશ ગઢવીના પુત્ર છે. રવિરાજ યુવા નેતા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય છે. ગાંધી પરિવાર સાથે ગઢવી પરિવારને 3 પેઢીથી સંબંધ છે. 

મહત્વનું વાત એ છે કે, હાલના સિટીંગ ધારાભ્ય મહેશ પટેલની ટિકીટ કાપી કોંગ્રેસ રવિરાજને ટિકીટ આપી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેના નામોની બીજી યાદીમાં જાહેરાત થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. 11 આદીવાસી ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. 7 અન્ય સવર્ણ ઉમેદવારોને કોંગ્રેસે ટિકિટ આપી છે.

કોંગ્રેસ પાર્ટીએ પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદીમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે. કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ ફાળવાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news