ગોંડલના દાળિયા ગામમાં બોલાચાલી, SRP જવાન અને પોલીસ કાફલો ખડકી દેવાયો
ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાએ આ સમાચારને અફવા ગણાવી છે. તો બીજી તરફ રીબડાના અનિરૂદ્ધ સિંહએ બોગસ મતદાન થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
Trending Photos
જયેશ ભોજાણી, ગોંડલ: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. 19 જિલ્લામાં આવેલી 89 વિધાનસભા સીટો પર કુલ 788 ઉમેદવારની કિસ્મત દાવ પર છે. પ્રથમ તબક્કાના મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ઘણી જગ્યાએ ઇવીએમ ખોટવાયા છે જ્યારે ઘણી જગ્યાએ માથાકૂટના દ્વશ્યો સર્જાયા હતા. અત્યાર સુધીમાં 18.95 ટકા મતદાન થયું છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ તાપીમાં 26.47 ટકા અને સૌથી ઓછું દ્વારકામાં 15.86 ટકા નોંધાયું છે.
રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભાની સીટો પર મતદાનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગોંડલ તાલુકાના દાળિયા ગામે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. જેને લઇને દાળીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. રીબડા અને ગોંડલ જૂથ ના સભ્યો વચ્ચે દાળિયા ગામે બોલાચાલી થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. દાળિયા ગામે માથાકૂટ થઇ હોવાના સમાચાર મળતાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસઆરપી જવાનો અને પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.
જોકે ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાએ આ સમાચારને અફવા ગણાવી છે. તો બીજી તરફ રીબડાના અનિરૂદ્ધ સિંહએ બોગસ મતદાન થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. દાળિયા ગામના લોકોએ જાણ કરતાં અમે તરફ દાળીયા ગામે પહોંચી ગયા હતા. તેમણે ગણેશ જાડેજા બોગસ મતદાન કરાવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે ફરિયાદના આધારે થોડા સમય માટે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. જેને લઇને મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.
અનિરૂદ્ધસિંહ જાડેજાએ કર્યો હતો આ સાથે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા મતદાન મથક અંદર ઇન્ટરવ્યૂ આપે છે રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. જેને પગલે પોલીસ સાથે તેમની બબાલ થઈ હતી. જ્યાં તેમણે એવું પણ કહ્યું હતું કે,પ્રિસાઇડીંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે