srp

SRP જવાને UP થી ભાગીને આવેલી યુવતીની અટકાયત કરી, અવાવરૂ જગ્યાએ લઇ ગયો અને કંઇ કરે તે પહેલા...

અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર 26મી જાન્યુઆરીએ યુપીથી ભાગીને આવેલા સગીર યુવક યુવતીને માસ્કનાં નામે અટકાવી 500 રૂપિયા દંડ ભરવો પડશે. તેમ કહીને અલગ અલગ જગ્યાઓએ ફેરવી સગીર યુવતીની સાથે દુષ્કર્મ આચરનાર ધરપકડ કરવામાં આવી છે. નકલી SRP જવાનની રેલવે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Feb 12, 2021, 09:04 PM IST

4 અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા, ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર એલર્ટ રહેવાનો મેસેજ મોકલાયો

સંભવિત આતંકી ગતિવિધિના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. આવામાં ચાર અફઘાની પાસપોર્ટ ધારકો ભારતમાં ઘૂસ્યાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર તેના સંદેશ આપી દેવાયા છે.

Aug 19, 2019, 10:14 AM IST

આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ

આતંકી હુમલાની દહેશતને પગલે બોર્ડર હાઈએલર્ટને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ છે. બોર્ડર પાસે પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તૈનાત કરાઈ છે. હાલ ટ્રક સહિત વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 

Aug 18, 2019, 03:34 PM IST

વડોદરાઃ વરસાદી આફતમાં ડૂબ્યું શહેર, જૂઓ રાહત-બચાવ કામગીરી અને પાણીની તસવીરો

વડોદરા શહેરમાં બુધવારે 14 કલાકમાં ખાબકેલા 20 ઈંચ વરસાદે સમગ્ર શહેરને ટાપુમાં ફેરવી દીધું છે. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં ગોઠણ સુધીનાં પાણી ઘુસી ગયાં છે તો કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા છે. 
 

Aug 1, 2019, 08:48 PM IST

આગકાંડ: સુરતમાં સ્થિતિ બેકાબુ પોલીસે કર્યો લાઠીચાર્જ, PASSએ આપ્યું બંધનું એલાન

શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે 20 જેટલા લોકોના મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતની આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા તંત્ર સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોષે ભરાયેલા લોકો પર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત પાસની ટીમ દ્વારા સુરત બંધનું એલાન આપાવમાં આવ્યું છે. 

May 24, 2019, 11:55 PM IST
Ahmedabad SRP AMC Staff In Action To Caught Animal PT2M37S

ઢોર પકડવા માટે એએમસી અને એસઆરપીની ટીમની કાર્યવાહી

અમદાવાદમાં ઢોર પકડવાની કામગીરી યથાવત છે, આજે ફરી એકવાર SRP અને AMCનો મોટો સ્ટાફ કામે લાગ્યો છે, એક તરફ AMC કડક કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ કાર્યવાહી કરનારી ટીમના અધિકારીઓ કહી રહ્યાં છે કે લાકડીઓ સાથે બાઈક પર પીછો કરીને માલધારીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરે છે

May 15, 2019, 02:20 PM IST

વડોદરા: 6000 જેટલા પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટની કર્યું મતદાન

વડોદરા લોકસભા ચૂંટણી માટે પોલીસ કર્મચારીઓ અને ગણવેશધારી જવાન મળી 6000 પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટની મતદાન કર્યું હતું. પોલીસ જવાનોમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્ર પર મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. 
 

Apr 17, 2019, 08:53 PM IST

PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને પોલીસનું ગ્રાન્ડ રીહર્સલ, ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમદાવાદ પ્રવાસ છે. જેને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ દેશની હાલની તણાવ ભરી સ્થિતિને લઈ વડાપ્રધાનની મુલાકાત સ્થળે રાજયની પોલીસ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન બે દિવસ દરમ્યાન સિવિલ કેમ્પસ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ, વસ્ત્રાલ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.

Mar 3, 2019, 09:17 PM IST

જામનગરના અસુરક્ષિત દરિયાની રાઉન્ડ ધ ક્લોક પહેરેદારી કરશે જવાનો

 જામનગર જિલ્લામાં ઘણો મોટો દરિયાઇ વિસ્તાર આવેલો છે. તેમજ આ દરિયાઈ વિસ્તારમાં સંખ્યાબંધ પ્રતિબંધિત ટાપુઓ પણ આવેલા છે. તેથી આ ટાપુઓની સલામતી માટે જામનગર સહિતના દરિયાકાંઠા પર આવેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંચાલિત બંદરો પર હથિયારધારી એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી પ્રતિબંધિત ટાપુ પર કોઈ ગેરકાયદે થતી અવરજવર અટકાવી શકાય. તેમજ બંદરો પર કોઈ પ્રકારની ચોરીના બનાવો કે ગેરકાયદે પ્રવૃત્તિ ન થઈ શકે તે માટે એસઆરપીના જવાનો દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 

Feb 15, 2019, 07:50 AM IST

હવે પાણી પર પણ રહેશે પહેરો: સૌરાષ્ટ્ર્માં પાણી અછતને કારણે થઇ રહી છે ચોરી

 સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે પાણીની ખૂબ જ અછત જોવા મળી રહી છે. જેને કારણે પાણી ચોરીના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે હવે જામનગર જિલ્લાના વિવિધ ડેમોમાંથી થતી પાણી ચોરીના બનાવો અટકાવવા માટે તંત્રએ કમર કસી છે. પાણી ઉપર પહેરો ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 
 

Jan 12, 2019, 11:49 PM IST

જામનગરઃ સારવાર દરમિયાન SRP જવાનનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો આરોપ

પગમાં દુખાવો ઉપડતા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

Sep 27, 2018, 04:33 PM IST

નર્મદા ડેમમાંથી પાણીની ચોરી રોકવા માટે SRPનો 'પાણી પહેરો'

નર્મદા ડેમમાંથી પાણી ચોરીને રોકવા માટે હવે SRPનો પહેરો ગોઠવવામાં આવ્યો છે. ડેમથી 10 કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને બકનળીઓ દ્વારા ખેડૂતો પાણી લેતા અટકાવવા માટે સરકારે SRPના જવાનોને ગોઠવ્યા છે. જેમાં સરકારે સરદાર સરોવરની મેન કેનલથી કચ્છ સુધી એસઆરપી જવાનોનો પહેરો મૂકી દેવામાં આવ્યો છે. નર્મદા કેનાલમાં બકનળી કે અન્ય માધ્યમથી પાણીની થતી ચોરી અટકાવવા સરકારના આદેશથી કેનાલ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

Feb 20, 2018, 01:54 PM IST