ધ કાશ્મીર ફાઇલ્સ વિવાદ પર નાદવ લૈપિડે માગી માફી, કહ્યું- પીડિત પરિવારોનું....
Nadav Lapid Apology: ધ કાશ્મીર ફાઇલ્સ પર ફિલ્મના વિવાદ પર નાદવ લૈપિદને હવે પોતાના નિવેદન પર પસ્તાવો થઈ રહ્યો છે. તેનું કહેવું છે કે તે પોતાના નિવેદનથી પીડિત પરિવારોનું અપમાન કરવા ઈચ્છતા નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ઇઝરાયલી ફિલ્મ મેકર નદવ લૈપિડે ધ કાશ્મીર ફાઇલ્સ પર આપેલા નિવેદનને લઈને માફી માંગી લીધી છે. આ પહેલાં તે ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા દરમિયાન તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ વલ્ગર અને પ્રોપગેન્ડા છે. તે ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થવાની કાબિલ નથી. તેમના આ નિવેદનનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ પણ તે પોતાની વાત પર યથાવત રહ્યાં અને કહ્યું કે કોઈએ તો સત્ય બોલવાનું હતું. પરંતુ બાદમાં વિવાદ વધ્યા બાદ માફી માંગી હતી. તેમણે કહ્યું કે, તે કોઈનું અપમાન કરવા ઈચ્છતા નથી.
કહ્યું- સંબંધીઓની માફી માંગુ છું...
IFFI- ધ કાશ્મીર ફાઇલ્સ વિવાદમાં હવે ઇઝરાયલી ફિલ્મમેકરના સુર બદલતા જોવા મળી રહ્યાં છે. ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવ્યા બાદ હવે તેની માફી માંગી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- હું કોઈનું અપમાન કરવા ઈચ્છતો નથી. જે લોકો તે મુશ્કેલીમાંથી પસાર થયા, મારો ઉદ્દેશ્ય ક્યારેય લોકો અને તેના સંબંધીઓનું અપમાન કરવાનો નહોતો. જો તેણે એવું સમજ્યું તો હું સંપૂર્ણ રીતે તેની માફી માંગુ છું. તેમણે તે પણ કહ્યું કે સાથે જૂરીના જે સભ્યો હતા ફિલ્મને લઈને તેના પણ તે વિચાર હતા.
આ પણ વાંચોઃ એકતા કપૂરે મૌન તોડ્યું, કહ્યું- તમે કરો તો લસ્ટ સ્ટોરી અમે કરીએ તો 'ગંદી બાત'
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નાદવે કહ્યુ હતુ, બાકી 14 ફિલ્મોમાં સિનેમેટિક ક્વોલિટીઝ છે. 15મી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે અમને બધાને ડિસ્ટર્બ કરી દીધા. આ પ્રોપગેન્ડા જેવી લાગી રહી છે, વલ્ગર ફિલ્મ છે જે જે આટલા ફિલ્મ ફેસ્ટિવલના કલાત્મક સ્પર્ધાત્મક સેક્શન માટે કાબિલ નથી. નાદવના નિવેદનની ઘણા લોકોએ આલોચના કરી હતી. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી અને અભિનેતા અનુપમ ખેરે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories