ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધીના આ સ્થળોએ છે મહાભારતના પુરાવા
Gujarat Tourism : શું તમને મહાભારત મહાકાવ્ય ગમતુ હોય તો જાણી લો કે ગુજરાતમાં મહાભારત સાથે જોડાયેલા અનેક સ્થળો આવેલા છે
Trending Photos
Mahabharata ancient cities location : મહાભારત એ હિંદુ ધર્મના સૌથી ભવ્ય મહાકાવ્યોમાંનું એક છે. એવા પુરાવા છે કે જે મહાભારતમાં ઉલ્લેખિત સ્થાનોને આધુનિક ભૂગોળમાં સ્થાનો પર સ્થિત કરે છે. અહીં મહાભારત અને તેમના આધુનિક સ્થાનો અને નામોમાં ઉલ્લેખિત કેટલાક શહેરો છે. ગુજરાતમાં મહાભારત સાથે જોડાયેલા અનેક એવા સ્થળો છે, જ્યાં જઈને એવુ લાગે છે અહી હજી પણ મહાભારત જીવંત છે. મહાભારત કાળ સાથે સંકળાયેલ ક્યા ક્યા સ્થળો ગુજરાતમાં આવેલા છે? મહાભારત કાળના ઘણા સ્થાન ગુજરાતમાં પ્રખ્યાત છે. તો જો તમને મહાભારતમાં રસ હોય તો તમે તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
પાંચાળ પ્રદેશ
ચોટીલાથી થાન તરફ જાવ તો એ આખો વિસ્તાર પંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં એક સુંદરી ભવાની માતાજીનું મંદિર છે. અને એ મંદિર પરીસરમાં જ ભીમની ચોરી નામનું એક ઐતિહાસીક સ્થાપત્ય છે. અને ભીમની હિડીમ્બા સાથેના લગ્નની ગાથા વિશે લોકકથાઓ પણ પ્રચલીત છે.
પાટણ
આજનું ઉત્તર ગુજરાત સ્થીત પાટણ દ્વાપર યુગમાં વેપાર વાણીજ્ય વડે ધબકતું શહેર ગણાતું હતું. અને હિડીમ્બવન પણ પાટણની આસપાસના વિસ્તારોમાં હતું. ઉપર દર્શાવેલ પ્રદેશ આજે જો નક્શામાં અભ્યાસ કરશો તો નજીક પડે છે.
વરદાયીની ધામ (કલોલ નજીક):
મહાભારત સમયગાળામાં રૂપાવટી નામથી પ્રચલીત હતું. પાંડવોએ અહીં ભગવતી માતાની પુજા કરી હતી અને પછી વિરાટનગર તરીકે પણ જાણીતું હતું.
દ્વારકા
યાદવ કુળ દ્વારા સ્થાપીત ઐતિહાસીક નગર દ્વારકા સૌરાષ્ટ્રમાં આજે તો એક પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાય છે. જરાસંઘના ત્રાસથી યાદવકુળને સુરક્ષા આપવા ભગવાન શ્રી કૃષ્ણએ રાજધાનીને મથુરાથી દ્વારકા ફેરવી હતી. આજે સમુદ્રમાંથી પણ અવશેષો મળી આવે છે. અને હજી એનું એક્સ્પ્લોરેશન ચાલુ છે.
પ્રભાસ પાટણ
સોમનાથ નજીક આવેલ પ્રભાસ એક પૌરાણીક તીર્થ સ્થાન છે. યદુવંશની યાદવાસ્થળી (આંતરીક વિખવાદ) બાદ શ્રી કૃષ્ણ પ્રભાસ સ્થાઈ થયા અને પૌરાણીક કથા અનુસાર કોઇ શીકારીનું તીર એમને આ સ્થાન ઉપર જ ઇજા પહોંચાડી ગયું હતું. આજે આ સ્થાન દેહોસ્તર્ગ તરીકે પણ જાણીતું છે.
જુનાગઢ
ગીરનાર પર્વતનું મહાભારત સમયમાં રેવાંતક કે રૈવત પર્વત તરીકે નામ જાણીતું હતું.
ભીમચાસ
તુલશીશ્યામ (ગીર જંગલમાં) નજીક એક ભીમચાસ નામની જગ્યા છે. લોક કથા અનુસાર ભીમની ગદા વડે પર્વત વચ્ચે જગ્યા બનાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે