વજન ઘટાડવાનો જાદુઈ ફોરમ્યુલા : આ થેપલા ખાઈને સડસડાટ ઉતરશે વજન
Weight Loss : અઠવાડિયામાં 2 વાર ઓટ્સ થેપલા ખાઓ અને વજન ઉતારો, આ વસ્તુઓ ખાસ નાખો અને લોટ બાંધો
Trending Photos
Oats Thepla Recipe : ગુજરાતીઓ માટે ફેવરિટ છે થેપલા. ગુજરાતીઓ વિદેશમાં પણ ફરવા જાય તો થેપલા સાથે લઈને જાય છે. થેપલા વગર ગુજરાતીઓનું ભોજન અધૂરું છે. કેટલાક ગુજરાતી પરિવારોમાં રોજ થેપલા બને છે. પરંતુ ગુજરાતીઓને ખબર નથી કે તેમનો આ સ્વાદિષ્ટ નાસ્તો તેમનું વજન ઘટાડી શકે છે. થેપલા જો યોગ્ય રીતે બનાવવામાં આવે તેનાથી તમે વજન ઘટાડી શકો છો. ખાસ પ્રકારના થેપલા એ વજન ઘટાડવાનો જાદુઈ ફોરમ્યુલા છે.
ઓટ્સના થેપલા
જો તમે વજન ઘટાડવાનો ટાર્ગેટ લઈને બેસ્યા છો તો ઓટ્સ થેપલા તમારા માટે બેસ્ટ છે. અઠવાડિયામાં બે વાર ઓટ્સ થેપલા બનાવીને ખાઓ. તમારું વજન સડસડાટ ઉતરી જશે. ઓટ્સ એ હેલ્ધી ડાયટ છે. તેથી જો તમે ઓટ્સના થેપલા બનાવો છો તો તે તમને ફાયદો કરાવશે.
શું શું સામગ્રી જોઈએ
એક કપ ઓટ્સનો લોટ, અડધો કપ જુવારનો લોટ, અડધી ચમચી લાલ મરચું, એક ચમચી જીરું, એક ચમચી જીરું, ચપટી હિંગ, એક ચમચી લીંબુનો રસ, જરૂર મુજબ તેલ, બે ચમચી દહીં, અડધો કપ પાલકની પેસ્ટ, એક ચમચી આદુ-મરચાંની પેસ્ટ, 3 થી 4 કળી લસણ, ઝીણી સમારેલી કોથમીર
ઓટ્સ થેપલા બનાવવાની રીત
- સૌથી પહેલાબાઉલમાં ઓટ્સ અને જુવારનો લોટ લો.
- આ લોટમાં દહીં અને પાલકની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરો.
- પછી આમાં આદુ અને લીલા મરચાની પેસ્ટ, જીરું, હિંગ, કટ કરેલું લસણ અને લાલ મરચુ નાખીને મિક્સ કરો.
- આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરો.
- હવે લોટ બાંધી લો અને 20 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
- હવે થેપલા બનાવો.
અમદાવાદીઓ દાળવડા ખાતા પહેલાં સો વાર વિચારજો, ફેમસ દાળવડા સેન્ટરમાં માર્યું સીલ
ગુજરાતીઓના ઘરે આમ તો રોજ થેપલા બને છે, તો હવેથી ઓટ્સના થેપલા બનાવવાનું શરૂ કરી દો. જેથી તમારા શરીરને પણ ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે