હવે મજૂર આકરા તાપમાં કામ કરવા મજબૂર નહિ, ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય

Big Breaking For Workers : ગરમીના કારણે બાંધકામ શ્રમિકોને બપોરના સમયે કામમાંથી મુક્તિ અપાઈ.... બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ આપવા આદેશ...એપ્રિલ અને મે માસ દરમિયાન શ્રમિકોને વિશ્રામ આપવાનો રહેશે

હવે મજૂર આકરા તાપમાં કામ કરવા મજબૂર નહિ, ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય

Gandhinagar News : કાળઝાળ ગરમીથી બધા ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતભરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની રહ્યું છે. આવામાં કામના ભારણ અને આવકને કારણે મજૂર વર્ગ કામ કરવા મજબૂર બની છે. મજૂરોના હિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ બાંધકામ શ્રમિકોને બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ આપવાની રહેશે. ઉનાળામાં ગરમીના કારણે શ્રમિકોને બપોરે કામમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે. આગામી એપ્રિલ અને મે માસ દરમિયાન શ્રમિકોને બપોર દરમિયાન વિશ્રામ આપવાનો રહેશે. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

ઔદ્યોગિક સલામીત અને સ્વાસ્થયની કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાઁધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સીઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે 1.00 થી 4.00 ના સમયગાળ દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃત્તિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાક્ટર્સ વગેરેને બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ 2023 તથા મે 2023 સુધીના સમયગાળા પૂરતો આરામ માટેનો સમય ફાળવવા સૂચના આપવામાં આવે છે. 

workers.jpg

વધુમા જણાવ્યું કે, તે રીતે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો 2003 ના નિયમ-50 મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે. તેમજ નિયમ-50(3) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો ફુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતા વધે નહિ તેનુ ધ્યાન રાખવા સૂચના આપવામા આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news