રૂપિયા ભરીને વીજળી વાપરો, ગુજરાત સરકાર લાવી રહી છે અત્યાર સુધીની સૌથી જોરદાર સ્કીમ

Gujarat Government Big Decision : ગુજરાતમાં વીજબીલ થશે પ્રિપેઈડ. 20 હજાર 482 કરોડના પ્રોજેક્ટને રાજ્યની કેબિનેટની મંજૂરી. મોબાઈલથી વીજબીલ ભરી શકાશે. વીજ કંપનીઓને 10 હજાર 443 કરોડ રૂપિયા ફાળવાયા. 
 

રૂપિયા ભરીને વીજળી વાપરો, ગુજરાત સરકાર લાવી રહી છે અત્યાર સુધીની સૌથી જોરદાર સ્કીમ

Electricity Bill : આપણે મોબાઈલ ડેટા અને પ્લાન રિચાર્જ કરીને તેનો ઉપયોગ કરીએ છીએ. જેટલો વપરાશ છે તેટલુ રિચાર્જ કરાવો. ત્યારે ગુજરાતમાં વીજળી વપરાશ માટે પણ આવો જ પ્લાન લાવવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ વીજળીનું બિલ પ્રીપેઈડ થઈ જશે. જેટલા રૂપિયા ચૂકવશો તેટલી વીજળી વાપરી શકશો. 20482 કરોડના ગુજરાતના પ્રોજેક્ટને રાજ્યની કેબિનેટે મંજૂરી આપી છે. 

શું છે આ પ્લાન
ગુજરાત સરકાર ડિસેમ્બર, 2023 થી સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર સિસ્ટમ અમલમાં લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમા બિલપેટે જેટલા રૂપિયા ચૂકવશો તેટલી જ વીજળી વાપરી શકશો. વીજ બિલ મોબાઈલ રિચાર્જથી કરી શકાશે. 

આ માટે ગુજરાત સરકારની કેબિનેટ અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં સ્માર્ટ મીટરિંગ માટે 10602 કરોડ ફાળવ્યા છે. તો સાથે જ ડિસ્ટ્રીબ્યુશન સુધારવા માટે 6021 કરોડ ફાળવ્યા છે. 

સરકાર નવા મીટર વસાવવા માટે એ પણ પ્લાનિંગ કરી રહી છે કે, ગ્રાહકો પર નાણાંકીય બોજ ન આવે. આ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે, સ્માર્ટ મીટરની રકમ ગ્રાહકો કેટલી ભોગવશે અને સરકાર કેટલી ભોગવશે. સરકારે વિવિધ વીજ કંપનીઓને આ માટે કુલ 10443 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે આ મુજબ છે.

DGVCL - 2447 કરોડ
MGVCL - 1980 કરોડ
PGVCL - 3350 કરોડ
UGVCL - 2666 કરોડ
વીજખાઘ ઘટાડવા માટેની કામગીરી માટે - 11134 કરોડ

આ સાથે જ સરકાર વીજખાધ ધટાડવા માટે પણ પ્રયાસો કરી રહી છે. વીજચોરી, ડિસ્ટ્રીબ્યુશન વગેરે મામલે રાષ્ટ્રીય સ્તરે 12 થી 15 ટકા વીજખાધ આવે છે. આ માટે સરકાર સ્કીમ લાવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news